આ રાજ્ય સરકારની મોટી જાહેરાતઃ 1 વર્ષ સુધી વિનામૂલ્યે અનાજ આપશે

PC: jagranimages.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર 30 જૂનના રોજ સાંજે 4 વાગ્યે દેશને સંબોધિત કર્યો હતો. તેમને જાહેરાત કરી છે કે, ગરીબો માટે ફ્રીમાં અનાજની યોજના નવેમ્બર મહિલા સુધી લંબાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જાહેરાતના કારણે ચારે તરફ તેમની પ્રસંસા થઇ રહી છે. ત્યારે હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના રાજ્યમાં પણ યોજનાઓની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના રાજ્યમાં અનાજની યોજના આવતા જૂન મહિલા સુધી એટલ 1 વર્ષ સુધી શરૂ રહેશે તેવું જણાવ્યું હતું. તેમને 1 જૂલાઈથી શરૂ થનારા અનલોક 2માં ઘણી છૂટછાટ આપવા બાબતેની માહિતી આપી હતી, સાથે જ તેમને ખાનગી બસ સંચાલકોને ભાડું વધારવાની માગને છોડી દેવા માટે ચેતવણી આપી હતી.

દેશમાં 1 જૂલાઈથી અનલોક-2 લાગુ થઇ રહ્યું છે. કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. અનલોક-1ની જેમ અનલોક-2માં પણ રાજ્યોને છૂટ આપવામાં આવી છે કે, તેઓ પોતાની જરૂરીયાતો અનુસાર કેન્દ્ર સરકારના દિશાનિર્દેશમાં ફેરફાર કરી શકશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ મંગળવારના રોજ આ આધાર પર જ રાજ્યમાં કેટલીક છૂટ આપવાની જાહેરાત કરી છે. જેમાં મુખ્ય આ મુદ્દાઓ છે.

  • બંગાળમાં સવારે 5:30થી 8:30 સુધી મોનીંગ વોક માટે છૂટ રહેશે. મોર્નિંગ વોક કરતા સમયે લોકોએ સામાજિક અંતરનું પાલન કરવું પડશે.
  • રાજ્યમાં યોજાનારા લગ્ન પ્રસંગોમાં 50 લોકો એકઠા થઇ શકશે. શ્રાદ્ધમાં 25 લોકોને એકઠા થવાની છૂટછાટ આપવામાં આવી છે.
  • રાજ્યમાં અનાજની યોજના આવતા જૂન મહિલા સુધી એટલ 1 વર્ષ સુધી શરૂ રહેશે.
  • મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખાનગી બસ સંચાલકોને 24 કલાકના સમયમાં બસ ચાલવાની શરૂ કરવા માટે કહ્યું છે અને ભાડું વધારવાની માગ બંધ કરવા માટે પણ કહ્યું છે.
  • તેમને ખાનગી બસના સંચાલકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, સરકાર ખાનગી બસ જપ્ત કરીને ડ્રાઈવર રાખીને બસ ચલાવશે. એટલા માટે સારું એ થશે કે, બસના સંચાલકો ઈગો ઓછો કરીને બસો શરૂ કરે. આ સમય કમાવવા માટેનો નથી.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારના 59 ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવાના નિર્ણય બાબતે કહ્યું હતું કે, ખાલી એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવો પૂરતો નથી. ચીનને યોગ્ય જવાબ આપવો પણ જરૂરી છે.

મહત્ત્વની વાત છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને નવેમ્બર મહિના સુધી અનાજ ફ્રીમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે, તેની સામે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યના લોકોએ એક વર્ષ સુધી અનાજ ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp