સ્વાતંત્ર્ય સેનાની લાલા લજપત રાયના પૈતૃક ઘરની આ હાલત છે, ગમે ત્યારે તૂટી શકે છે.

PC: timesofindia.indiatimes.com

લાલા લજપત રાય દેશના સૌથી મોટા પ્રમુખ સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક હતા. દેશની આઝાદી માટે લડતા લડતા તેમણે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા. એવામાં તેમની સાથે જોડાયેલી દરેક વસ્તુઓ આપણા માટે એક વિરાસત સમાન છે.લાલા લજપત રાય પંજાબ કેસરી ના નામથી જાણીતા હતા. પરંતુ તેમના પૈતૃક ઘરની હાલત એવી છે કે, ગમે ત્યારે તુટી શકે છે.

લાલા લજપત રાયનું પૈતુક ઘર પંજાબના જગરાંવમાં મિસરપુરા મહોલ્લામાં આવેલું છે. દેશ માટે બલિદાન આપનાર આ સ્વાતંત્ર્ય સેનાનીનું પૈતૃક  ઘર કોઇ મોટી ધરોહરથી ઓછું નથી. તેમના ઘરનું વિશેષ રીતે ધ્યાન રખાવું જોઇએ, પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આ વિરાસતના હાલ અત્યારે બદહાલછે. આ ઘરની દુર્દશા જોઇને તમે સમજી જશો કે દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર નેતાના ઘરની કેવી રીતે જાળવણી કરવામાં આવી છે.

અહીંના લોકો બાળપણમાં લાલા લજપત રાયને પ્રેમથી લાલાજી કહીને બોલાવતા હતા. આ પૈતૃક ઘરમાં રમતા-કુદતા તેમનું  બાળપણ વિત્યું હતું. અહીં થી જ તેમણે પોતાનું જીવન દેશ માટે સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો હતો. જે ઘર સાથે લાલા લજપત રાયની યાદો જોડાયેલી છે તેવા ઘરની હાલત દયનીય થઇ ગઇ છે. લાલા લજપત રાયના પિતાએ આ ઘર 1845માં બનાવ્યું હતું.

28 ફેબ્રુઆરી, 1865માં નાના ના ઘરે જન્મેલા લાલા લજપત રાયે પોતાનું બાળપણ મોહલ્લા મિસરપુરામાં તેમના પૈતૃક ઘરમાં વિતાવ્યુ હતું.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ કેટલાંક સમય પહેલા લાલાજીના ઘર અને પુસ્તકાલયની મરમ્મત શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેને અટકાવી દેવામાં આવી હતી.  ઘરના કેટલાંક હિસ્સામાં ખાસ કરીને દિવાલો પર પેચ ભરાયેલા અને મુખ્ય દરવાજા પર લાલ સીમેન્ટ લગાવેલી દેખાઇ છે. પરંતુ હજુ  પણ દિવારો પર તિરાડ જોવા મળી રહી છે.

પૈતૃક ઘરમાં બેડ અને ટેબલ પર લાલાજીની ખુરશી, દિવાલ પર ઘડિયાળ અને થોડા વાસણો પડેલાં છે. દિવાલો પર કલર ઉખડી જવાને કારણે પુસ્તકાલય પણ અસ્તવ્યસ્ત સ્થિતમાં હતું.

લાયબ્રેરીમાં કામ કરતા એક વ્યકિતએ જણાવ્યું કે, બે મહિના પહેલાં આ પૈતૃક સંપત્તિની મરમ્મતનું કામ શરૂ થયું હતું. પરંતુ 15 જ દિવસમાં તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. તેમણે કહ્યુ કે પેચ વર્ક કરવામાં આવ્યું હતું, દિવાલો ભીની હતી અને દરવાજા પર લગાવવામાં આવેલી સીમેન્ટ કાચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp