મનમોહન સિંહને ફરી રાજ્યસભામાં પહોંચાડવા માટે આ નેતાએ આપવું પડશે રાજીનામું

PC: buddymantra.com

આસામમાં મનમોહન સિંહની રાજ્યસભાની સદસ્યતા 14 જૂને સમાપ્ત થઈ રહી છે અને સોનિયા ગાંધીની ઇચ્છા છે કે પૂર્વ PM સંસદમાં પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા રહે. જોકે આસામમાં ફરી ચૂંટણી હાલમાં અસંભવ છે તેથી એ સૂચન આપવામાં આવ્યું છે કે અંબિકા સોનીને પંજાબથી પોતાની રાજ્યસભા સીટ પરથી રાજીનામું આપી દેવું જોઈએ તેથી બાકી બચેલા 3 વર્ષ મનમોહન સિંહ રાજ્યસભામાં પાર્ટીનું પ્રતિનિત્વ કરતા રહે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેના બદલામાં અંબિકા સોનીને વાયદો કરવામાં આવ્યો છે કે તેઓ આનંદપુર સાહિબથી કોંગ્રેસની લોકસભા ઉમેદવાર થઈ શકે છે જ્યાં તેમને જીતનું અશ્વાસન આપવામાં આવ્યું છે. કથિત રીતે અંબિકા સોની તેનાથી ઉત્સાહિત નથી.

આસામમાં કોંગ્રેસની સરકાર ન હોવાના કારણે તથા વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્યોની સંખ્યા ઓછી હોવાના કારણે, પાર્ટીના કોઈ નેતાને રાજ્ય સભામાં મોકલવા લાયક સ્થિતિ ન હોવાના કારણે હવે ત્યાંથી રાજ્યસભા માટે કોઈને ચૂંટવું શક્ય નથી. બીજી બાજુ પંજાબમાં કોંગ્રેસની સરકાર છે અને મુખ્યમંત્રી અમરિંદર સિંહનું અંબિકા સોની સાથે સારું બને છે તેથી અંબિકા સોની ચૂંટણી જીતી શકે છે. આ ઉપરાંત તેમને તામિલનાડુથી પણ રાજ્ય સભામાં લાવી શકાય એમ છે કારણ કે જૂન 2019મા તામિલનાડુથી રાજ્યસભા માટે 6 સીટ ખાલી થઈ રહી છે.

બીજી બાજુ DMK પ્રમુખ સ્ટાલિને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવાની જાહેરાત સુદ્ધા કરી દીધી છે. આ કારણથી DMK અને કોંગ્રેસનું ગઠબંધન પાક્કું મનાઈ રહ્યું છે. એવામાં એ પણ સંભવ છે કે કોંગ્રેસ મનમોહન સિંહને તામિલનાડુથી રાજ્યસભાના ઉમેદવાર બનાવે અને DMKના સહયોગથી તેમને ચૂંટણીમાં જીત અપાવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp