બજરંગબલીની આ તસવીર થઈ રહી છે વાયરલ, જુઓ હૃદયસ્પર્શી ફોટો

PC: twitter.com/moronhumor

પવન પુત્ર મહાબલી હનુમાનની પૂજા-અર્ચના કરવાથી તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે. એવી પણ માન્યતા છે કે, જે પણ ભક્ત પર હનુમાનજીની કૃપા થાય છે, તેની બધી પરેશાનીઓ અને દુ:ખ દૂર થઈ જાય છે. જે બધી પરેશાનીઓને હટાવી દે છે તેને 'સંકટ મોચન' તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં જ એક તસવીર સોશિયલ પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો બજરંગબલીની આ તસવીરને ટ્વિટરથી લઈને ફેસબુક પર ખૂબ શેર કરી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર ઘણી વખત આવી તસવીરો જોવા મળે છે, જેને જોયા પછી લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આવી તસવીરો કે વીડિયો જોયા પછી એક જ સવાલ મનમાં આવે છે કે શું ખરેખર આવો ચમત્કાર થઈ શકે? આપણે એ ફોટા કે વિડિયો ઘણી વાર જોઈએ છીએ છતાં પણ વિશ્વાસ નથી આવતો. આવો જ એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જે પણ ફોટો જોઈ રહ્યા છે તે અચંબામાં પડી ગયા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ફોટોમાં તમે જોઈ શકો છો કે ભગવાન બજરંગ બલી દેખાય છે. તમે આ ફોટામાં જોઈ શકો છો કે ભગવાનની મૂર્તિ પર વીજળીનો થાંભલો પડેલો દેખાય છે. તમે ફોટોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે આટલો ભારે થાંભલો ભગવાન બજરંગ બલીની મૂર્તિ પર પડે છે, પરંતુ મૂર્તિને સહેજ પણ નુકસાન થતું નથી. ફોટો જોઈને લાગે છે કે, બજરંગબલીએ વીજળીના થાંભલાને ઉપાડી લીધો હોય. તસ્વીરમાં મૂર્તિની પાછળની તરફ નજર કરીએ તો, એક ગામનો નજારો દેખાય છે. આ ફોટામાં પાછળ ખેતરો દેખાય છે, જ્યાં આ હનુમાનજીનું મંદિર આવેલું છે.

આ ફોટો એક ટ્વિટર યુઝરે પોસ્ટ કર્યો હતો. ફોટો પોસ્ટ કરતી વખતે, યુઝરે લખ્યું કે, બજરંગ બલી તમારા આશીર્વાદ અમારી પર રાખજો. આ ફોટો શેર થતાની સાથે જ વાયરલ થઈ ગયો છે. આ ફોટો પર ઘણા લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ભગવાન શ્રી રામના નારા લગાવતા ઘણા યુઝર્સ 'જય શ્રીરામ' લખી રહ્યા છે. આ ફોટો જોયા પછી દરેક લોકો તેને શેર કરી રહ્યા છે.

આટલું જ નહીં આ ફોટો વાયરલ થયા બાદ લોકોએ પોતાનો અભિપ્રાય એવો પણ આપ્યો હતો. તેઓ કહે છે કે, બદ્રીનાથ અને કેદારનાથ યાત્રા દરમિયાન રસ્તામાં બજરંગ બલીજીના ઘણા મંદિર આવે છે જે ભક્તોને હિંમત આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp