100 કિમી પ્રતિ કલાકની સ્પીડે 7 વાર પલટાઈ આ કાર, છતા પેસેન્જરો સુરક્ષિત

PC: indianauto.com

દેશમાં ઘણાં કાર માલિકો પોતાના કાર અકસ્માતનો અનુભવ શેર કરતા રહે છે, જેમાં સામાન્ય ઈજાથી લઇ ગંભીર દુર્ઘટના પણ સામેલ છે. આ કડીમાં હાલમાં જ ટાટાની એક કારના અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. જે હેરાન કરનારો છે. કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે કારનું અકસ્માત થયું તે સમયે કાર 100 કિમી પ્રતિ કલાકની સ્પીડે હતી. પણ આ ગંભીર અકસ્માત થયા પછી પણ કારમાં સવાર બધા પેસેન્જરો સુરક્ષિત રહ્યા છે.

આ મામલો ઓરિસ્સાનો છે, જ્યાં કારના માલિક દેવી પ્રસાદ દાસ પોતાના 3 મિત્રોની સાથે દેવગઢ જઇ રહ્યા હતા. આ દરમિયાન દેવીનો એક મિત્ર કારને ડ્રાઈવ કરી રહ્યો હતો અને મિત્ર ડ્રાઈવિંગ સીટની બાજુમાં બેઠો હતો. જ્યારે બે મિત્રો પાછળ બેઠા હતા. કારના માલિકે જણાવ્યું કે જે સમયે કાર દુર્ઘટનાગ્રસ્ત થઇ તે સમયે તેમની સ્પીડ લગભગ 100 કિમી પ્રતિ કલાક હતી.

કારણ કે કાર 100 કિમી પ્રતિ કલાકની સ્પીડે ચાલી રહી હતી અને તે સમયે જમણી બાજુ એક વળાંક આવ્યો, જ્યાં ડ્રાઈવર તે સ્થિતિને સંભાળી શક્યો નહીં અને કાર અનિયંત્રિત થઇ ગઇ. ત્યાર પછી ટિયાગો ઓછામાં ઓછી 7 વાર પલટી અને લગભગ 80 મીટર સુધી ઘસડાઇ. તેને લીધે કારણે ખાસ્સુ નુકસાન પહોંચ્યું અને કાર ક્ષતિગ્રસ્ત થઇ ગઇ. પણ રાહતની વાત એ રહી કે કારના દરેક મુસાફરને સામાન્ય ઈજા પહોંચી અને તેઓ સુરક્ષિત બચી ગયા.

તમે તસવીરોમાં જોઇ શકો છો અને અંદાજો લગાવી શકો છો કે કારના પેસેન્જરો કેટલા ભાગ્યશાળી રહ્યા હશે. ફોટોમાં જોઇ શકો છો કે મુસાફરની એક તરફનો એ-પિલર દબાઈ ગયો છે અને વિંડશિલ્ડ અને દરવાજા પણ ટૂટી ગયા છે.

તેનાથી વિપરીત કારના નીચેના ભાગને ખૂબ જ ઓછું નુકસાન થયું છે. તેના માટે દેવી પ્રસાદ અને તેના મિત્રો ટાટા મોટર્સની આ કારની બિલ્ડ ક્વોલિટીની પ્રશંસા કરે છે. અહીં ધ્યાન આપવાની વાત એ છે કે ભારતમાં સામાન્ય રીતે ઘટનાઓ બેદરકારીથી ગાડી ચલાવવાને લઇ થાય છે. જેને કારણે ઘણાં લોકોના મોત થાય છે. જ્યારે ઘણાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જાય છે.

તમને જણાવી દઇએ કે ટાટા મોટર્સની ટાટા ટિયાગો ઘણાં સેફ્ટી ફીચર્સની સાથે આવે છે અને તે ડ્યૂઅલ ફ્રંટ એરબેગ, સીટ બેલ્ટ રિમાઈન્ડર, સ્પીડ એલર્ટ, લોડ લિમિટર્સની સાથે સીટ બેલ્ટ, રિયર પાર્કિંગ સેંસર અને EBDની સાથે ABSથી સજ્જ છે.

ટાટા ટિયાગોને ગ્લોબલ NCAP સેફ્ટી રેન્કિંગમાં 4 સ્ટાર મળ્યા છે. જે આ કારને ભારતની સૌથી સુરક્ષિત હેચબેક કારમાંથી એક બનાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp