રમઝાનના મહિનામાં કેમ ડિમાન્ડમાં રહે છે આ IT એક્સપર્ટ

PC: navbharattimes.com

રમઝાનના પવિત્ર મહિનામાં તમે જ્યારે પણ મોહમ્મદ આસિફને મળશો તો તમને તે એકદમ ફ્રેશ જોવા મળશે. તેમને જોઈને કોઈ કહી શકે તેમ નથી કે તેમના ઉંઘવાના સમયમાં બદલાવ થયો છે. બલ્લીમારાનમાં રહેતા 31 વર્ષના આસિફ હાફિઝ છે એટલે કે તેમને આખી કુરાન મોઢે છે. આજ કલ આસિફ અને તેમના જેવા ઘણા લોકો મસ્જિદોમાં નમાઝ પઢતા જોવા મળે છે, જે તરાવીહની નમાઝનું આયોજન કરે છે.

તરાવીહની નમાઝ રમઝાનના દિવસોમાં ઈશાની નમાઝ(રાતના સમયે મુસ્લિમો દ્વારા વાંચનારી નમાઝ) પછી વાંચવામાં આવે છે. જેની અંદર આખી કુરાન વાંચવામાં આવે છે. આ દિવસોમાં આસિફનું ફોકસ પોતાના બિઝનેસ પર નહીં પરંતુ સંપૂર્ણ રીતે તેમના ધર્મ પર હોય છે. સ્વિસ IT કંપનીની નોકરી છોડ્યા પછી તેમણે કનોટ પ્લેસમાં વેબ ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ મીડિયામાં પોતાનું કામ શરૂ કર્યું છે. બલ્લીમારાનની એક જૂની મસ્જિદમાં વુજુ માટે બેઠા પછી આસિફે કહ્યું હતું કે મારી નીચે ઘણા લોકો કામ કરે છે અને રમઝાન દરમિયાન હું ઓફિસમાં રહેતો નથી તો લોકો જ મારું કામ સંભાળે છે.

આસિફ જણાવે છે કે, રમઝાનના પવિત્ર મહિનામાં તે પોતાના ક્લાઈન્ટ્સ અને કર્મચારીોથી દૂર રહે છે. શેહરી પછી રોજ સવારે 6 વાગ્યા સુધી જાગું છું અને કુરાનનું એક ચેપ્ટર વાચું છું અને અડધી કુરાન જે તારાવીહમાં વાંચવાની હોય છે, તેની પ્રેક્ટીસ કરું છું. તેના પછી આસિફ સુઈ જાય છે અને સવારે 11 વાગ્યે ઉઠી જાય છે, કુરાનના બાકીના ભાગ વાંચે છે, પ્રેક્ટીસ કરે છે. બપોર પછી 3 વાગ્યે તે મોટાઓ સાથે મુલાકાત કરે છે અને તેમણે વાંચીને સંભળાવે છે કે તેમની પ્રેક્ટીસ બરાબર છે કે નહીં. આ રીતે અભ્યાસ પછી તે રાતની નમાઝ માટે જાય છે.

આસિફે ચાંદની ચોકની ફતેહપુર સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે અને પોતાના સંબંધીઓથી પ્રેરિત થઈને તેણે મકતબમાં એડમિશન લીધું હતું. તે જણાવે છે કે તેણે કુરાન શીખીને તેનું સાચું ઉચ્ચારણ શીખ્યું છે. મકતબમાં રહેવાની સાથે તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું અને તેના પછી કમ્પ્યુટર સાથેનો તેનો પ્રેમ તેને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની દુનિયામાં લઈ આવ્યું હતું. સ્વિસ કંપની માટે 6 વર્ષ સુધી કામ કર્યા પછી તેણે પોતાનું કામ શરૂ કર્યું હતું. તે કહે છે કે, આજકાલ હું કમ્પ્યુટર એક્સપર્ટ હોવાની સાથે હાફિઝ પણ છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp