મહિલાએ લોન અપાવવાના નામે બ્લેન્ક ચેક લઈ બાઉન્સ કરાવવાની ધમકી આપી કરોડો ઉઘરાવ્યા

PC: fraudoftheday.com

બ્લેંક ચેક લઇને કામકાજી મહિલાઓ સહિતા જરૂરિયાત વાળા લોકોને લોન અપાવવાના નામે મુખ્ય આરોપી સંજય સોનીએ એક રેકેટ બનાવીને ગુનાને અંજામ આપ્યો હતો. છેતરપિંડી કેસમાં ફસાયેલા લોકોમાં શાકભાજી વેચનારાથી લઇને સાધન સંપન્ન પરિવારની મહિલાઓ પણ સામેલ છે. આ મામલે 3 FIR થઇ ચૂકી છે. ઘણાં પીડિતો સામે આવી ચૂક્યાં છે. આ મામલે 50થી વઘારે લોકો ફસાયા હોવાનું પ્રાથમિક તારણ છે. આ ગેંગ દ્વારા 2 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે.

તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ કહ્યું કે ફાસ્ટ બેંકિંગનાના નામે ફેક બેંક ચલાવનાર સંજય સોની રેકેટ બનાવીને વ્યાજ વસૂલીનું કામ કરતો હતો. ફિલ્ડમાં તેના સહઆરોપી મહિલા આગળ આવતી હતી. ફરિયાદ સામે આવતાં તે રકમ પરત કરવા લાગ્યો હતો. આરોપી સંજય લોકો પાસેથી વ્યાજની રકમ ઉપરાંત સટ્ટા રમાડવાનું કામ પણ કરતો હતો.

ફરિયાદ દાખલ કરનાર એક પીડિત મહિલાએ કહ્યું કે, મહિલાઓને ફસાવવાં માટે સંજય તેની સહ આરોપી દુર્ગા વિશ્વકર્માને તેમના ઘરે અને ગદુકાને મોકલતો હતો. લોન લેવા વાળાઓના અલગ અલગ કિસ્સા સંભળાવીને તે બ્લેંક ચેક લઇ લેતો હતો. આ ચેકનો ઉપયોગ હેરાફેરી કરવામાં કરતો હતો.

એક અન્ય પીડિત મહિલાએ કહ્યું કે સાત મહિના પહેલા પાર્લરનું કામ વધારવાં માટે ચાર ચેક લઇને બે લાખ રૂપિયાની લોન પાસ કરાવી હતી. ચેક હાથમાં આવતાં જ આરોપીએ બતાવ્યાં વિના 60 હજાર રૂપિયા કાપીને તેના 1.40 લાખ કરી નાખ્યાં હતા. ચર્ચા થયા બાદ પણ તેને લોન કેન્સલ ન કરી અને વસૂલી ચાલુ રાખી હતી.

ગત ગુરૂવારે સંજય સોની અને દુર્ગા વિશ્વકર્મા સામે જેવરા-સિરસામાં ફરિયાદ દાખલ થઇ હતી. પોલીસે બંનેની અટકાયત કરી. આરોપીએ એ સમયે જામીન લઇને બહાર આવીને ફરાર થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp