બે વર્ષ પછી તીડના આક્રમણનો ખતરો, ગુજરાતના આ જિલ્લામાં સર્વે

ગુજરાતમાં આ વખતે મૂશળધાર વરસાદ પડી રહ્યો છે અને ખેડુતોને સારો પાક થવાની આશા છે, પરંતુ તીડ વિભાગે જે ધારણાં કરી છે તે ખેડુતો માટે ચિંતા ઉભી કરનારી છે. તીડ વિભાગનું કહેવું છે કે બે વર્ષ પછી તીડના આક્રમણનો ખતરો જોવા મળી શકે છે. તીડ એવું જતું છે જે ઝુંડમાં આવીને પાકને ભારે નુકશાન પહોંચાડે છે, ઘણી જગ્યાએ તો આખાને આખા પાકને બરબાદ કરી નાંખે છે.
રણમાં ફરી એકવાર તીડનો ખતરો મંડરાઈ રહ્યો છે. 1 થી 15 જુલાઈ દરમિયાન હાથ ધરવામાં આવેલા સર્વેમાં, બિકાનેર જિલ્લાના સુરધનામાં તીડની પ્રવૃત્તિ જોવા મળી છે. તીડ વિભાગે સંજોગોને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કર્યું છે. તીડ વિભાગના ડૉ. વીરેન્દ્ર કુમારના જણાવ્યા અનુસાર, અમે ભારત-પાક સરહદે આવેલા 10 જિલ્લામાં દર મહિને બે વાર તીડનો સર્વે કરીએ છીએ. તેમાં ગુજરાતનો ભાગ પણ સામેલ છે.
રાજસ્થાન અને ગુજરાતની ભારત-પાક સરહદને અડીને આવેલા વિસ્તારોમાં નિયમિત સર્વે કરવામાં આવે છે. આ વખતે પણ આ વિસ્તારોમાં 155 સ્પોટનો સર્વે કરાયો હતો. જેમાં બાડમેર, જેસલમેર, સમ, ફલોદી, બિકાનેર, સુરતગઢ, ચુરુ, નાગૌર, જોધપુર, જાલોર, ગુજરાતના પાલનપુર અને ભુજના સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
તીડ વિભાગના ડો, વીરેન્દ્રનું કહેવું છે કે, રણ વિસ્તારોમાં જૂન-જુલાઇ મહિનામાં વરસાદને કારણે તીડનું જોખમ વધી જાય છે. થારમાં તીડ પાકિસ્તાન તરફથી આવતી રહી છે. આ વર્ષે તીડ હજુ નજરમાં નથી આવી એટલે રાહત છે. જો કે, સર્વેએ જરૂર પરેશાન કરનારા ઇનપૂટ આપ્યા છે. આ વખતે પશ્ચિમી રાજસ્થાનના બીકાનેર, જોધપુર, બાડમેર, જાલોર સહિતના આજુબાજુનના વિસ્તારોમાં પુષ્કળ વરસાદ પડ્યો છે. જેને કારણે આ વિસ્તારોમાં હરિયાળી વધી છે અને જમીન નરમ થઇ છે. જેને કારણે એવું લાગે છે કે તીડની વૃદ્ધિ થવાની પરિસ્થિતિઓ પુરી રીતે અનુકુળ બની છે.
વર્ષ 2019 અને વર્ષ 2020માં પાકિસ્તાથી ભારતમાં પ્રવેશેલી તીડના ઝુંડે રાજસ્થાન અને ગુજરાતના જિલ્લાઓમાં રીતસરની તબાહી મચાવી હતી. તીડના ઝુંડે રાજસ્થાન અને ગુજરાતના ખેડુતાના પાકને બરબાદ કરી નાંખ્યા હતા. એ સમયે તીડ વિભાગ તરફથી 6,000 હેક્ટરમાં સ્પ્રે કરવામાં આવ્યું હતું. ઉપરાંત ખેડુતોએ પણ તીડોથી છુટકારો મેળવવા માટે પ્રયાસો કર્યો હતા. તીડના ભગાવવા માટે ખેડુતોએ ખેતરમાં ધુમાડો છોડ્યો હતો તો કેટલીક જગ્યાએ થાળી અને DJ વગાડીને પણ તીડને ભગાવવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp