દાઉદની ત્રણેય સંપત્તિની હરાજી, 11.15 કરોડની લાગી બોલી

15 Nov, 2017
03:31 AM
PC: newsaura.com

મુંબઈમાં આતંકી દાઉદ ઈબ્રાહિમનું નામોનિશાન મિટાવી દેવામાં આવ્યું છે. તેની સંપત્તિઓની હરાજી આજે કરી દેવામાં આવી હતી, જેમાં 11.15 કરોડ રૂપિયા ઉપજ્યા હતા. રોનક અફરોઝ હોટૅલ માટે 4.53 કરોડ રૂપિયાની બોલી લાગી હતી. આ હોટૅલને સૈફી બૂરહાની ટ્રસ્ટે ખરીદી હતી. ઓક્શનમાં દાઉદની હોટૅલ રોનક અફરોઝ સિવાય શબનમ ગેસ્ટ હાઉસ અને ડાંબરવાલા બીલ્ડિંગનો પણ સમાવેશ થતો હતો. ડાંબરવાલા બીલ્ડિંગના 3.53 કરોડ રૂપિયા અને શબનમ ગેસ્ટ હાઉસના 3.52 કરોડ રૂપિયા ઉપજ્યા હતા.

Leave a Comment: