ટીપૂ પર જંગ, BJPએ કહ્યું, હિન્દુઓના હત્યારાઓનું શ્રાદ્ધ કરી રહી છે કોંગ્રેસ

PC: intoday.in

કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના તીખા વિરોધ વચ્ચે રાજ્ય સરકાર 18મી સદીના મૈસૂરના શાસક ટીપૂ સૂલ્તાનની આજે જયંતિ મનાવી રહી છે. ભગવા પાર્ટી સહિત તમામ સંગઠન રાજ્ય સરકારના કાર્યક્રમનો સખત વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ વચ્ચે પ્રદેશ બીજેપીના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને પ્રશ્ન કરવામા આવ્યો છે કે, તેઓ જયંતિ સમારંભ સાથે સંબંધિત કાર્યક્રમમાં કેમ સામેલ થઈ રહ્યા નથી? બીજી તરફ હરિયાણાના બીજેપી નેતા અને રાજ્યના કેબિનેટ મંત્રી અનિલ વિજે કોગ્રેસ પર પ્રહાર કર્યા છે. 

અનિલ વિજે ટીપૂની જયંતિને લઈને એક ટ્વિટ કર્યું છે, જેમાં લખ્યું છે કે, કોંગ્રેસ આજે લાખો હિન્દુઓનો હત્યારો પોતાના માઈ બાપ ટીપૂ સુલ્તાનનનું શ્રાદ્ધ કરી રહી છે.

જયંતિ પર જંગ વચ્ચે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ લોકોને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, આજે આખા રાજ્યમાં ટીપૂ સુલ્તાનન જયંતિ માનવવામા આવી રહી છે. ટીપૂ સુલ્તાન પ્રશાસનિક રીતે પ્રયોગ કરતા રહેતા હતા.

જયંતિ સમારોહમાં સામેલ ના થવાને લઈને બીજેપી તંજ પર મુખ્યમંત્રીએ સફાઈ આપી હતી. તેમને કહ્યું, ડોક્ટરે મને આરામ કરવાની મને સલાહ આપી છે. તેથી હું જયંતિ સમારંભમાં સામેલ થઈ શકીશ નહી. આનો બીજો કોઈ અન્ય અર્થ નિકાળવાની જરૂરત નથી. હું અંધવિશ્વાસમાં માનતો નથી અને જે લોકો કહી રહ્યાં છે કે, સત્તા ગુમાવવાના ડરથી સુલ્તાન જયંતિમાં સામેલ થઈ રહ્યો નથી તેઓ એકદમ જૂઠ્ઠી વાત છે. કર્ણાટક બીજેપીએ ટ્વિટ કરીને કુમાર સ્વામીની ટીપૂ જયંતિના સમારંભમાં ગેરહાજરી પર પ્રશ્ન ઉઠાવ્યા છે.

બીજેપીનો આરોપ

અસલમાં શુક્રવારે બીજેપી નેતા આર અશોકે કહ્યું હતુ કે, કુમાર સ્વામી ટીપૂ જયંતિમાં સામેલ થશે નહી કેમ કે તેમાં જવા ઈચ્છતા નથી. અશોકે કહ્યું, બધા લોકો જાણે છે કે ટીપૂ જયંતિમાં ગયેલા લોકોની હાલત કેવી થઈ છે. વિજય માલ્યાને દેશ છોડીને ભાગી જવું પડ્યું, સંજય ખાનનો ચહેરો ખરાબ થઈ ગયો અને સિદ્ધારમૈયાને મૈસૂરની ચૂંટણી હારવી પડી.

સિદ્ધારમૈયા બોલ્યા- ત્યારે ક્યા હતા?

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બીએસ યેદિયુરપ્પાની જૂની તસવીરને ટ્વિટ કરીને બીજેપી પર નિશાન સાધ્યો છે. તેમને કહ્યું કે, મહાપુરૂષોની જયંતિ મનાવવાની પંરપરા રહી છે. જેવી જ સત્તામાં કોઈ પાર્ટી આવે છે, તે આ સૂચીમાં નવા નામ જોડતી જાય છે. પહેલા જ્યારે ટીપૂ સૂલ્તાનની જયંતિ મનાવવામા આવતી હતી ત્યારે કોઈ વિરોધ કર્યો નહી.

ઉલ્લેખનિય છે કે, બીજેપી આ આયોજનનું શરૂથી વિરોધ કરતી આવી છે. બીજેપી ટીપૂ સુલ્તાનને કટ્ટર મુસ્લિમ શાસક ગણાવે છે. બીજેપી અને દક્ષિણપંથી સંગઠનોનું કહેવું છે કે, ટીપૂ સુલ્તાને મંદિર તોડ્યા અને મોટા પ્રમાણમાં હિન્દુઓનું ધર્માતરણ કરાવ્યું. જોકે ઈતિહાસકાર જણાવે છે કે, ટીપૂ સુલ્તાન એવા ભારતીય શાસક હતા જેમની મોત મેદાન-એ-જંગમાં અંગ્રેજો વિરૂદ્ધ લડતા-લડતા થઈ હતી. વર્ષ 2014ની ગણતંત્ર દિવસ પરેડમાં ટીપૂ સુલ્તાનને એક અદમ્ય સાહસવાળા મહાન યોદ્ધા બતાવ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp