પેન્શનના 750 રૂપિયા મેળવવા માટે ખાટલા પર 3 કિ.મી પહાડ ચઢીને જવું પડ્યું

PC: https://www.bhaskar.com

રાજસ્થાનના ગામમાં રહેતી એક 75 વર્ષની મહિલાના પેન્શન મેળવવા માટે પરિવારે જે મહેનત કરવી પડવી છે તે સાંભળીને તમે દંગ રહી જશો. પેન્શનનની ચુકવણી કરવા આવેલા પોસ્ટમેનને નેટવર્ક ન મળ્યું તો માત્ર નેટવર્ક મેળવવા માટે 75 વર્ષની મહિલાને ખાટલામાં બેસાડીને 3 કિ.મી. ઉપર પહાડી વિસ્તારમાં લઇને જવી પડી. 3 કિ.મી. ઉપર ગયા પછી નેટવર્ક મળ્યું ત્યારે પોસ્ટમેન પેન્શનની ચુકવણી મહિલાને કરી શક્યો.

ભલે ટેકનોલોજી કે અનેક બાબતોમાં આપણે આગળ હોવાની વાત કરીએ પણ આજે પણ દુરદરાજ વિસ્તારમાં આવેલા ગામડાંઓની સ્થિતિ કફોડી છે. આ તો નેટવર્કની વાત થઇ પણ અનેક ગામડાઓમાં નથી હોસ્પિટલ કે નથી એમ્બ્યુલન્સની સુવિધા. કેટલાંક ગામડાઓમાં મોતને ભેટનાર લોકોને શબવાહિનાના અભાવે લારીમાં મૃતદેહ લઇને જતા હોવાના સમાચાર સાંભળીએ છીએ.

રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુરોડ પર નેટવર્કની સૌથી મોટી સમસ્યા છે. આહીં ભાખર વિસ્તારના ગામોમાં રાશન અને પેન્શન માટે આદિવાસીઓને ભારે પરેશાનીનો સામવો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારના રતોરા ફળી ગામમાં ગુરુવારે એક 75 વર્ષની મહિલાને ખાટલામાં બેસાડીને 3.કિ.મી પહાડ ચઢીને ગયા બાદ 750 રૂપિયાનું પેન્શન મળી શક્યું હતું.

હકિકતમાં, પોસ્ટમેન આધાર ઇનેબલ્ડ મશીન લઇને પેન્શનનની ચુકવણી કરવા માટે રતોરા ગામ પહોંચ્યો હતો, પરંતુ નેટવર્ક મળ્યું જ નહી. એવા સંજોગોમાં મોતરી ગરાસિયા નામની 75 વર્ષની મહિલાને પરિવારજનોએ ખાટલાંમાં સુવડાવીને પહાડી પર લઇ ગયા હતા. પોસ્ટમેન પણ તેમની સાથે ચાલતો ચાલતો ગયો હતો.

પોસ્ટમેન વચ્ચે વચ્ચે કનેકિટવિટી ચેક કરતો રહેતો હતો, પરુંત છેક 3 કિ.મી પહાડ ચઢ્યા પછી નેટવર્ક મળ્યું અને  તે પછી અંગુઠો લગાવીને પોસ્ટમેને પેન્શનની ચુકવણી કરી.

તમે વિચાર કરો કે માત્ર 750 રૂપિયા મેળવવા માટે પરિવારજનોએ 3.કિ.મી ખાટલા પર પહોડી વિસ્તારમાં જવું પડે તો કેટલી મુશ્કેલી પડી હશે. પરિવારજનોએ 3 કિ.મી જતા જતા વચ્ચે વચ્ચે અટકી જઇને આગળ વધવું પડ્યું હતું.

 આબુરોડના ભાખર વિસ્તારમાં 24 ગામોમાં નેટવર્કની સૌથી મોટી મુસીબત છે. આ વિસ્તારોમાં જાયદરા, ઉપલા, ટાકિયા, નિચલા ટાકિયા, ખેજડા, ઉપલા ખેજડા, દાનબોર, પાબા, રણોરા, ભમરિયા, બુજા, જામબુડી, બોસા, કલોરા,ઉપલીબોર, નિચલીબોર, મીણ,મીનતલેટી, રાડા,મથારા, ફલી, વેરાફલી અને કયારી જેવા ગામોમાં હજુ પણ નેટવર્કની મોટી સમસ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp