વહુઓ ખુલ્લામાં શૌચ ન જાય એટલે હાથમાં લોટા લઈને દોડી સાસુઓ, જાણો આખો મામલો

PC: aajtak.in

ખુલ્લામાં શૌચ કરવાથી ઘણી બધી સમસ્યાઓ આપણી સામે આવે છે. ખાસ કરીને વહુ-દીકરીઓએ ખુલ્લામાં શૌચ ક્રિયા કરવા જવું પડે છે ત્યારે તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેટલીક વખતે બહેન-દીકરીઓએ શરમમાં મુકાવાનો વારો આવી જાય છે. વર્ષ 2017 એક ફિલ્મ આવી હતી ‘ટોઇલેટ: એક પ્રેમ કથા’. આ ફિલ્મમાં એક વહુ શૌચાલય ન હોવાના કારણે સાસરીમાં બળવો કરી નાખે છે. પોતાના સાસરામાં ટોઇલેટ ન હોવાના કારણે વહુ પોતાના ઘરે પરત ફરે છે અને સાસરીમાં આવવા માટે એક શરત રાખે છે શૌચાલય બનાવવાની.

હાલમાં જે ઘટના સામે આવી છે તેમાં વહુઓએ નહીં સાસુઓએ વહુઓમાં જાગૃતિ આવે તે માટે હાથમાં લોટા લઈને દોડ લગાવી હતી. ચાલો તો જોઈએ કે આખરે આ ઘટના ક્યાંની છે. મધ્ય પ્રદેશના ભોપાલ પાસે એક અનોખી દોડ સ્પર્ધાનું આયોજન થયું હતું. ઘરમાં શૌચાલય બનાવ્યા બાદ સાસુઓએ તો ખુલ્લામાં શૌચ ક્રિયા કરવાનું છોડી દીધું પરંતુ ઘણા ઘરની વહુઓ અત્યારે પણ ખુલ્લામાં શૌચ ક્રિયા કરવા માટે જાય છે. એવી વહુઓને સમજાવવા માટે મંગળવારે ભોપાલ પાસેના એક ગામમાં 18 સાસુઓએ લોટા લઈને દોડ લગાવી જેથી વહુઓ અને અન્ય લોકો સમજી શકે કે ખુલ્લામાં શૌચ ક્રિયા કરવાથી ઇજ્જતનું જોખમ છે જ બીમારીઓ પણ થાય છે.

દોડનારી મહિલાઓમાં 50-60 વર્ષની ઉંમરની વૃદ્ધ સાસુઓ પણ હતી અને દર્શક તેમની વહુઓ હતી. 50 મીટર દોડ્યા બાદ સાસુઓએ વિનિંગ પોઈન્ટ પર પાણી ભરેલો લોટો ફેક્યો હતો અને સંદેશ આપ્યો કે વહુઓ આખી જિંદગી ખુલ્લામાં શૌચ ક્રિયા માટે ન જાય અને ઘર પર બનેલા શૌચાલયમાં જ શૌચ કરે. સાસુ મહિલાઓએ કહ્યું કે અમે તો આખી જિંદગી જંગલ અને ખેતરોમાં ભાગતા રહ્યા, વહુઓ એમ ન કરે. મંગળવારે સાંજે થયેલી આ અનોખી દોડ સ્પર્ધામાં પહેલા સ્થાન પર રાધા પ્રજાપતિ રહી, બીજા નંબર પર મંજુ અને ત્રીજા નંબર પર અર્પિતા પ્રજાપતિ રહી હતી.

આ બધાને તેમની વહુઓએ ફૂલમાળા અને મેડલ પહેરાવ્યા હતા. જિલ્લા પંચાયતના અધિકારીઓના જણાવ્યા મુજબ સાસુ-વહુઓ વચ્ચેના સંકોચને દૂર કરવા અને બંને વચ્ચે સંવાદ કાયમ રાખવા માટે આ દોડને કરાવવાનો આઇડિયા આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp