હવે ટોલબૂથ પર ટેક્સ ભરવા માટે ગાડી ઉભી રાખવી પડશે નહીં

PC: hindustantimes.com

સમગ્ર દેશમાં કોઈ પણ ગાડીને ટેક્સ ભરવા માટે થોડા સમય પછી રસ્તા પર ઉભું રહેવું પડશે નહીં. હવે એવી વ્યવસ્થા કરવામાં આવશે કે ટોલ બૂથ ક્રોસ કરવાની સાથે જ કાર ડ્રાઈવરનું ટોલ ટેક્સ તેમના અકાઉન્ટમાંથી કટ થઈ જશે. હાલમાં આ વ્યવસ્થા દક્ષિણ કોરિયામાં છે. મે મહિનામાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ભારત આવી રહ્યા છે. તેમની સાથે ટોલની આ નવી વ્યવસ્થા માટેના MOU સાઈન થશે. જમીન મળ્યા પછી આઠ દિવસમાં ખેડકીદૌલા ટોલ પ્લાઝા પર તેનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. આ જાણકારી કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સોમવારે ગુરુગ્રામની સેક્ટર 29ની એક હોટલના કાર્યક્રમમાં આપી હતી.

ગુડગાંવથી દિલ્હી જતી વખતે અલવર-સવાઈ, માધૂપુર-વડોદરાના રસ્તે મુંબઈ સુધી એક્સપ્રેસ હાઈ-વે બનાવવામાં આવશે. આ એક્સપ્રેસ બનાવવા માટે લગભગ 1 લાખ ખર્ચ કરવામાં આવશે. હાઈ-વે બનવાને કારણે દિલ્હી-મુંબઈ વચ્ચેનું અંતર ઘટશે અને તેનાથી ગુડગાંવના લોકોને પણ ફાયદો થશે. દિલ્હી રીંગરોડ શરૂ થવાથી દિલ્હી અને ગુડગાંવ વચ્ચેની ટ્રાફિકની સમસ્યા પણ દૂર થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp