પોતાના નામનો સવાલ જોઈ ચોંકી ગયા ટ્રાન્સજેન્ડર SI મધુ કશ્યપ, જે હવે બનશે DSP!

PC: hindi.news18.com

BPSC પ્રિલિમિનરીની પરીક્ષામાં દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર ઈન્સ્પેક્ટર મનુ માધવી કશ્યપ ઉમેદવાર તરીકે પરીક્ષા આપી રહ્યા હતા. તેમની સામે એક પ્રશ્ન આવ્યો, જેમાં તેમને તેમના વિશે જ પૂછવામાં આવ્યું હતું. શું હતો તે સવાલ જાણો...

જરા વિચારો, જો તમે BPSC જેવી મોટી પરીક્ષામાં પ્રશ્નો હલ કરી રહ્યા હોવ, અને તે પ્રશ્નપત્રમાં તમારા જીવન સાથે સંબંધિત સવાલ આવે, જેનો જવાબ તમારું નામ છે, તો તમને કેવું લાગશે? ચોક્કસ, પહેલા તો તમે ચોંકી જશો અને પછી તમે સ્મિત કરશો. શુક્રવારના રોજ આયોજિત 70મી BPSC કમ્બાઈન્ડ પ્રિલિમિનરી પરીક્ષામાં પણ કંઈક આવું જ બન્યું હતું. હા, દેશની પ્રથમ ટ્રાન્સજેન્ડર ઇન્સ્પેક્ટર મનુ માધવી કશ્યપ કટિહારના એક પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપી રહી હતી. તેમની સામે એક પ્રશ્ન આવ્યો, જેમાં પૂછવામાં આવ્યું કે, 'મનુ માધવી કશ્યપ તાજેતરમાં બિહારની પ્રથમ ટ્રાન્સજેન્ડર....બની છે?' પ્રશ્નમાં તેનું નામ જોઈ મનુના ચહેરા પર પણ સ્મિત આવી ગયું.

પરીક્ષા આપ્યા પછી મનુ કશ્યપે સ્થાનિક મીડિયા સૂત્ર સાથે વાત કરતા કહ્યું કે, 'જો કોઈને મારા નામે નંબર મળે છે અને તે પાસ થઈ જાય છે, તો મારા માટે આનાથી મોટી સિદ્ધિ શું હશે.'

મનુએ મીડિયા સૂત્ર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આજે જો કોઈ એક ટ્રાન્સજેન્ડર IS બન્યા છે તો તેમાં રેશ્મા મેડમ અને ગુરુ રહેમાનનો મોટો ફાળો છે. આજે મારી પણ પરીક્ષા હતી અને કટિહારથી પરીક્ષા આપીને પટના પરત ફરી છું. પરીક્ષા આપતી વખતે જ્યારે મેં મારા નામનો પ્રશ્ન જોયો ત્યારે મને ખૂબ આનંદ થયો. પરીક્ષામાંથી બહાર નીકળતાની સાથે જ મને ઘણા ફોન આવી રહ્યા છે. દરેક લોકો અભિનંદન આપી રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે, હું પણ આ રીતે હાલની ઘટનાઓને યાદ કરતી હતી. આજે મારા કારણે કોઈ ઉમેદવારને માર્ક્સ મળે તો મારા માટે આનાથી મોટી ખુશી કઈ હોઈ શકે.

ટ્રાન્સજેન્ડર મધુ કશ્યપને પ્રથમ ટ્રાન્સજેન્ડર સબ-ઇન્સ્પેક્ટર બનાવવામાં પટનાના પ્રખ્યાત શિક્ષક ગુરુ રહેમાનનો મોટો ફાળો છે. તેણે મધુને શરૂઆતથી જ તેની નીચે શિક્ષિત કરી અને તેને પોતાની પુત્રી માને છે. BPSCના પ્રશ્નમાં મધુનું નામ આવવાના પ્રસંગે ગુરુ રહેમાને મીડિયા સૂત્રને કહ્યું કે, મેં સપનામાં પણ કલ્પના નહોતી કરી કે એક દિવસ મારી પ્રિય મધુ દરેક માટે પ્રેરણા બની જશે. મારા માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. પરીક્ષા પૂરી થતાની સાથે જ 400થી વધુ લોકોના મેસેજ આવ્યા. દરેક લોકો અભિનંદન આપી રહ્યા છે.

ગુરુ રહેમાને વધુમાં કહ્યું કે, હું ચોક્કસ કહી શકું છું કે મધુ પ્રથમ ટ્રાન્સવુમન ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ બનવા જઈ રહી છે. 2025માં હું મધુને DSP તરીકે જોઈ રહ્યો છું અને આ માટે અમે સાથે મળીને કામ કરીશું અને સફળતા મેળવીશું. તેની બાજુમાં બેઠેલી મધુ કહે છે કે, ભગવાન પોતે પૃથ્વી પર આવી શકતા નથી, તેથી તે કોઈને કોઈ સ્વરૂપમાં હાજર રહે છે. મારા માટે, ભગવાન મારા શિક્ષક જ છે. તેમણે મારું ભાગ્ય બદલી નાખ્યું છે. જો તેમણે મારામાં DSPની છબી જોઈ છે તો હું તેમના સપનાને સાકાર કરવા માટે દિવસ-રાત મહેનત કરીશ.

70મી BPSC પ્રિલિમ્સ પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, મનુ માધવી કશ્યપ તાજેતરમાં બિહારની પ્રથમ ટ્રાન્સજેન્ડર.....બની છે? આ પ્રશ્ન માટે ચાર વિકલ્પો આપવામાં આવ્યા હતા, જેમાં પહેલો વિકલ્પ હતો, સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં બસ ડ્રાઈવર, બીજો, બિહાર રેજિમેન્ટમાં હવાલદાર, ત્રીજો, પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ચોથો વિકલ્પ હતો, ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટર. મોટાભાગના ઉમેદવારોએ કહ્યું કે તેઓએ તાજેતરમાં તેમના વિશે ઘણી ચર્ચા સાંભળી છે, તેથી તેઓએ સાચા જવાબ સબ ઈન્સ્પેક્ટર ઓફ પોલીસની પસંદગી કરી.

અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં મધુ કશ્યપની ટ્રેનિંગ રાજગીરમાં ચાલી રહી છે. BPSCની પરીક્ષા આપ્યા પછી તે તેના ગુરુ રહેમાન સરને મળવા આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp