જે સારસ પક્ષીની સારવાર કરી, દોસ્તી થઇ તે આસિફ પર જ વન વિભાગે કેસ કરી દીધો

PC: Livehindustan.com

હજુ થોડા દિવસો પહેલાની જ વાત છે. મોહમંદ આરિફ અને સારસની દોસ્તીના કિસ્સા ચારેબાજુએ છવાયેલા હતા. સારસ પક્ષીની આરિફ સાથેની મસ્તી, બાઇક પર આરિફ અને તેની સાથે ઉડતું સારસ, આ બધાના સમાચારો ન્યૂઝ પેપરમાં છપાયા, યુટયુબથી માંડીને સોશિયલ મીડિયા સુધી આરિફ અને સારસની દોસ્તીની ચર્ચા ચાલી હતી. પરંતુ આરિફને હવે સારસ સાથેની દોસ્તીની કિંમત ચુકવવી પડી રહી છે. આરિફની સામે વન વિભાગે કેસ કરી દીધો છે.

ઉત્તર પ્રદેશના ગૌરીગંજ રેન્જના વન વિભાગના અધિકારીએ આરિફને નોટિસ પાઠવી છે. કેસ નોંધવાની માહિતી આપતા, વન વિભાગે આરિફને 2 એપ્રિલ સુધીમાં તેનું નિવેદન નોંધવા કહ્યું છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આરિફે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ, 1972નું ઉલ્લંઘન કર્યું છે અને તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

હકિકતમાં, સારસ પક્ષીએ ઉત્તર પ્રદેશનું રાજકીય પક્ષી છે. એવું કહેવામાં આવે છે કે કોઇ પણ સંરક્ષિત પક્ષી અથવા પ્રાણીને રાખવું ગેરકાયદે છે. તેને ખાવડાવવું, પિવડાવવું પણ ગેરકાયદે ગણવામાં આવે છે.

25 માર્ચે એવા સમાચાર આવ્યા હતા કે સારસને કાનપુરના ચિડિયાઘરમાં લઇ જવામાં આવ્યું છે અને સારસ અહીં જ રહેશે. અખિલેશ યાદવે પણ સારસને કાનપુરના ચિડિયાઘરમાં લઇ જવા પર ટ્વીટ કર્યું હતું.

ઉત્તર પ્રદેશના અમેઠીમાં આવેલા મંડખા ગામમમાં રહેતા મોહમંદ આરિફને લગભગ 1 વર્ષ પહેલાં ખેતરમાંથી સારસ મળ્યું હતું. સારસના પગમાં ઇજા થઇ હતી. સારસને આરિફ પોતાના ઘરે લઇ આવ્યો હતો અને તેની સારવાર કરી હતી. આ દરમિયાન આરિફે સારસને ઘરની વાનગી જેવી કે દાળ, ભાત, શાક, રોટલી ખવડાવ્યું હતું અને બંને વચ્ચે સારી એવી દોસ્તી થઇ ગઇ હતી.

આરિફે કહ્યું કે, સારવાર પછી તેણે સારસને મૂક્ત કરી દીધું હતું, પરંતુ સારસને પણ કદાચ આરિફનો સાથ ગમતો હતો. સવારે સારસ ઉડી જતું અને ખેતર અને જંગલોમાં આંટો મારીને સાંજે પાછું આરિફના ઘરે આવી જતું હતું.

આરિફ બાઇક પર જતો ત્યારે સારસ તેની સાથે ઉડતું, સારસને આરિફ વ્હાલ કરતો એવી ઘણી બધી વાતો વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થઇ, યુટટુબ પર પણ તેના વીડિયો શેર થયા. સોશિયલ મીડિયા પર આરિફ- સારસની દોસ્તી છવાઇ ગઇ હતી, પરંતુ 21 માર્ચે વન વિભાગના અધિકારીઓ આરિફ પાસેથી સારસને લઇ ગયા. વન અધિકારીઓએ આરિફને કહ્યું હતુંકે, તમે સારસની સારી રીતે સંભાળ નહીં રાખી શકો એટલે અમે લઇ જઇએ છીએ.

એ પછી આરિફ પર વન વિભાગે કેસ નોંધી દીધો છે. વચ્ચ એવા સમાચાર આવ્યા હતા કે સારસ ગાયબ થઇ ગયું હતું અને એ ફછી બિસઇયા ગામમાંથી સારસ મળી આવ્યું હતું. સારસને પક્ષી વિહાર લઇ જવામાં આવ્યું હતું, પરંતુ હવે છેલ્લે આ સારસ કાનપુરના ચિડિયાઘરમાં રાખવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp