બાબરી મસ્જિદ ધ્વંસ કરનારા બે હિંદુ યુવક આજે મુસ્લિમ બની મસ્જિદ બનાવી રહ્યા છે

PC: britannica.com

સુપ્રીમ કોર્ટ દ્વારા રામ મંદિર બાબતે મહત્ત્વનો ચૂકાદો આપવામાં આવ્યો છે, જેમાં વિવાદિત જમીન રામ મંદિર બનાવવા માટે આપવામાં આવી છે અને મસ્જિદ બનાવવા માટે અન્ય જગ્યા પર 5 એકર જમીન ફાળવવા માટેના આદેશ કર્યા હતા પરંતુ 1992માં થયેલા તોફાનોને કોઈ ભાગ્યે જ ભૂલી શક્યું હશે. 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ થતા દેશમાં કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા. બાબરી મસ્જિદ ધ્વંસ કરવામાં જે બે યુવકો જોડાયા હતા, તેઓ આ ઘટનાના થોડા સમય પછી મુસ્લિમ ધર્મનો અંગીકાર કર્યો હતો. બાબરી મસ્જિદ ધ્વંસ કરવા બાબતે આ બંને યુવકોને પછ્તાવો થતા બંનેએ 100 જેટલી મસ્જિદોનું નવીનીકરણ કરીને પોતાના પાપ ધોવાનો નિર્ણય કર્યો હતો અને હાલ આ બંને યુવકો 90 જેટલી મસ્જિદ પણ બનાવી ચૂક્યા છે.

એક રિપોર્ટ અનુસાર 1992માં બાબરી મસ્જિદ ધ્વંસમાં જોડાયેલા બલબીર અને યોગેન્દ્રએ મુસ્લિમ ધર્મનો અંગીકાર કર્યો હતો. મુસ્લિમ ધર્મનો અંગીકાર કર્યો એટલુ જ નહીં પરંતુ બંને યુવકો હાલ મસ્જિદો બનાવવાનું કામ કરી રહ્યા છે. 1992માં તેમને બાબરી મસ્જિદ તોડી હતી, તે બાબતે હવે આ બંને યુવકોએ પછતાઈ રહ્યા છે. બલબીરે અને યોગેન્દ્રએ મુસ્લિમ ધર્મનો અંગીકાર પછી પોતાના નામ પણ બદલી નાંખ્યા હતા. બલબીરે પોતાનું નામ મોહમદ આમીર અને યોગેન્દ્રએ પોતાનું નામ બદલીને મોહમદ ઉમર કરી દીધું હતું.

બાબરી મસ્જિદ ધ્વંસ કરવા બાબતે બલબીરે કહ્યું હતું કે, અમે જ્યારે કાર સેવાકોની સાથે અયોધ્યા પહોંચ્યા હતા ત્યારે અમને ડર હતો કે, સરકાર અમને રોકવા માટે આર્મીનો ઉપયોગ કરશે, પણ ત્યાં કોઈ પણ વિશેષ પ્રકારનું સુરક્ષા નહોતી. અમે લોકો માનસિક રીતે તૈયાર હતા કે, બાબરી મસ્જિદને પાડી દઈશું. પછી આ બંનેએ કાર સેવકોની સાથે કોદાળી અને પાવડાથી બાબરી મસ્જિદનાં ગુંબજને તોડી પાડ્યું હતું. 

બલબીરે વધુમાં જણાવ્યુ હતું કે, આ ઘટના પછી હું મારા ઘરે ગયો હતો ત્યારે મારા પરિવારના સભ્યોએ જે પ્રતિભાવ આપ્યો તેનાથી હું ચોંકી ગયો હતો. કારણે કે, તેમને મારા કામની નિંદા કરી હતી અને પછી મને પણ પછતાવો થયો કે, મેં ખોટું કર્યું છે. આ વાતનો પછ્તાવો થયા પછી બલબીરે થોડા સમય પછી મુસ્લિમ ધર્મનો અંગીકાર કર્યો હતો અને એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. મુસ્લિમ ધર્મનો અંગીકાર કર્યા પછી હવે બલબીર ઇસ્લામી શિક્ષણનો ફેલાવો કરવા માટે શાળા ચલાવી રહ્યો છે. બલબીર 1992માં શિવસેનાનો નેતા હતો અને તે સંઘ પરિવારની વિચારધારાથી આકર્ષાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp