બાથરૂમના ગીઝરથી બે સગા ભાઇઓનું મોત, સાથે જ નાહવા ગયા હતા

PC: amarujala.com

હરિયાણાના હિસાર શહેરની તિલક શ્યામ ગલીમાં ગીઝરની ગેસ લીકેજ થવાથી 8 અને 13 વર્ષીય બે સગા ભાઇઓના મોત થઇ ગયા. બંને બાળકો લગ્નમાં જવા માટે વાળ કપાવીને આવ્યા હતા અને બંને સાથે જ બાથરૂમમાં નાહવા ગયા હતા. નાહતી વખત ગેસની અસરથી બંને બેહોશ થઇ ગયા. પરિવારજનો તેમને ઇમરજન્સીમાં હૉસ્પિટલ લઇને પહોંચ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. સાંજે બંને બાળકોના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા.

રિપોર્ટ્સ મુજબ, તિલક શ્યામવાળી ગલીના રહેવાસી અને ફોટો સ્ટુડિયોના માલિક સૌરભના મામાના છોકરાઓના ગુરુગ્રામમાં લગ્ન હતા. સૌરભની માતા પહેલા જ ગુરુગ્રામમાં જતી રહી હતી. રવિવારે સૌરભ પોતાના પરિવાર સાથે ત્યાં જવાનો હતો. સૌરભના પુત્ર સોહમ (ઉંમર 13 વર્ષ) અને માધવ (ઉંમર 8 વર્ષ) બંને પાડોશમાં જ વાળંદની દુકાન પર વાળ કપાવવા જતા રહ્યા. વાળ કપાવ્યા બાદ ઘરે ફર્યા અને બંને એક સાથે જ નાહવા માટે બાથરૂમ જતા રહ્યા.

બંનેએ અંદર ભરાતા જ ગીઝર ઑન કરી દીધું. બાથરૂમ બારી પણ બંધ હતી. ગીઝરની ગેસ લીક થવાથી બંને અંદર જ બેહોશ થઇ ગયા. જ્યારે ઘણા સમય સુધી બાથરૂમમાંથી ન નીકળ્યા તો બંનેને અવાજ લગાવ્યો, પરંતુ બાળકોએ કોઇ જવાબ ન આપ્યો. ત્યારબાદ બાળકોની માતા બાથરૂમમાં પહોંચી અને દરવાજો ખોલીને જોયું તો બંને બાળકો બેહોશ હાલતમાં પડ્યા હતા. તેના પર બાળકોની માતાએ પતિ સૌરભને ફોન કરીને જાણકારી આપી. ત્યારબાદ તેમને શહેરની એક ખાનગી હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. બંને બાળકોના આકસ્મિક નિધન બાદ પરિવારજનોમાં શોકની લહેર છે.

મેડિકલ એક્સપર્ટ્સ મુજબ, ગેસ ગીઝર LPG ગેસના કારણે ચાલે છે. ગેસ ગીઝરથી કાર્બન મોનોકસાઇડ અને નાઇટ્રોક્સાઇડ ગેસ બને છે. આ ગીઝર બાથરૂમથી બહાર જ લગાવવામાં આવે છે. બાથરૂમમાં આ ગીઝર લગાવવા માટે વેન્ટિલેશનની વ્યવસ્થા પણ જરૂર કરવી જોઇએ. ગીઝરથી ઝેરી ગેસ શરૂઆતમાં જ નીકળે છે. એવામાં તેને ઑન કરતા જ બાથરૂમમાં તરત ન જાઓ. થોડા સમય સુધી રાહ જોયા બાદ જ અંદર જાઓ.

મેડિકલ એક્સપર્ટ્સ મુજબ, ગેસવાળા ગીઝરથી લીકેજ થવા પર કાર્બન મોનોક્સાઇડ ગેસ બાથરૂમમાં ઉપસ્થિત વ્યક્તિને બેહોશ કરી દે છે. ત્યારબાદ મગજ પર અસર કરવાની શરૂઆત કરે છે. આ બધુ એટલી જલદી થાય છે જે શરીરને કશું અનુભવાતું પણ નથી. જો 5 મિનિટ કરતા વધુ સમય સુધી વ્યક્તિ બાથરૂમમાં ગેસ વચ્ચે રહી જાય તો બ્રેન ડેડ થવાની સંભાવના રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp