દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, હથિયારો સાથે હિજબુલના બે આતંકીઓની કરી ધરપકડ

PC: intoday.in

આતંકવાદ વિરુદ્ધ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મોટી કાર્યવાહી કરી છે. જમ્મૂ કાશ્મીર પોલીસ સાથે મળીને સ્પેશિયલ સેલે હિજ્બુલ મુજાહિદીન સાથે જોડાયેલા આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે શોપિયાંથી બંને આતંકીઓની ધરપકડ કરી છે.

દિલ્હી પોલીસે જણાવ્યું કે દિલ્હી NCRમાં મોટી ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. સાથે આ લોકો દેશના ઉત્તરી ભાગમાં હથિયારો પણ ખરીદી રહ્યા હતા. ધરપકડ કરવામાં આવેલા આતંકીઓ પાસે એક પિસ્ટલ અને 14 લાઈવ કારતૂસ મળી આવ્યા છે.

ધરપકડ થયેલા આતંકીઓમાંથી એકનું નામ કિફાયતુલ્લા છે. જ્યારે બીજી નાનો બતાવવામાં આવ્યો છે. ધરપકડ આતંકી જમ્મૂ કાશ્મીરમાં નવીદ બાબૂના સંપર્કમાં હતા. નવીદ બાબૂ કાશ્મીર પોલીસમાં કામ કરતો હતો, જેણે પછી આતંકનો રસ્તો અપનાવ્યો હતો. તેઓ હિજબુલ મુજાહિદીનનો એરિયા કમાન્ડર છે.

દિલ્હી પોલીસ અનુસાર, સપ્ટેમ્બર 2018માં ISIS જમ્મૂ કાશ્મીર સાથે જોડાયેલા બે આતંકીઓ પરવેઝ રાશિદ અને જમશેદ જહૂરની પણ હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી હતી. તે પછી નવેમ્બર 2018માં ગ્રેનેડ અને બીજા ઘણા હથિયારો સાથે ત્રણ આતંકીઓને પકડવામાં આવ્યા હતા. આ જ સમાન બાબત પર આ બંનેને ઘરપકડ કરવામાં આવ્યા છે.

પોલીસનું કહેવું છે કે જમ્મૂ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ માટે ઉપયોગ કરવામાં આવેલા નાના હથિયારોને નોર્થ ઇન્ડિયાના અલગ-અલગ શહેરોમાંથી ખરીદવામાં આવ્યા હતા. જમ્મૂ કાશ્મીરમાં સક્રિય આતંકી આ હથિયારોની ખરીદી કરી રહ્યા હોય છે. ગત વર્ષે 6 નવેમ્બરે જે ત્રણ આતંકીઓ પકડાયા હતા તે પણ વેસ્ટ યૂપીથી નાના હથિયારો ખરીદી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp