આ 2 રાજ્યોમાં જનારા સાવધાન, કોરોનાના બે નવા પ્રકાર જોવા મળ્યા

PC: Businessstandard.com

દેશમાં ફરી એકવખત કોરોના વાયરસ કેસ વધી રહ્યા છે ત્યારે સરકારે આ અંગે એલર્ટ રહેવા માટે સૂચના આપી છે. મંગળવારે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર અને કેરળ રાજ્યમાં SARS-COV-2ના બે નવા પ્રકાર N440K અને E484K સામે આવ્યા છે. પણ આ બંને પ્રકાર કેટલાક જિલ્લાઓમાં સંક્રમણ વધવા પાછળ જવાબદાર છે એવું હાલમાં માની શકાય એમ નથી.

નીતિ આયોગના સભ્ય વી.કે. પોલે એક સંમેલનને સંબોધન કરતા જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં SARS-COV-2 ના બ્રિટનમાંથી સામે આવેલા પ્રકારથી 187 લોકો સંક્રમીત થયાના અહેવાલ છે. જ્યારે છ વ્યક્તિઓ દક્ષિણ આફ્રિકામાંથી સામે આવેલા પ્રકારથી સંક્રમીત થયા છે. આ સિવાય એક વ્યક્તિ બ્રાઝિલમાંથી સામે આવેલા નવા પ્રકારથી સંક્રમીત થયો છે. પોલે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં SARS-COV-2 ના બંને પ્રકાર N440K અને E484K સામે આવ્યા છે. કેરળ અને તેલંગણા રાજ્યમાંથી પણ નવા પ્રકાર સામે આવ્યા છે.

આ સિવાય ત્રણ અન્ય પ્રકાર બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના કેસ દેશમાં છે. જોકે, અમારી પાસે એવું માનવા પાછળનું કોઈ સચોટ કારણ નથી કે, આ મહારાષ્ટ્ર અને કેરળના કેટલાક જિલ્લાઓમાં થતા કેસના વધારા માટે જવાબદાર છે. વધતા જતા કેસને લઈને મહારાષ્ટ્ર બીજા ક્રમે છે. જ્યારે કેરળ રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું છે. એવામાં કોરોના વાયરસના બે નવા પ્રકાર મળ્યા બાદ એવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે, ક્યાંક કોરોના વાયરસના આ નવા પ્રકારને કારણે જ મહારાષ્ટ્ર અને પાડોશી રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાયરસના કેસ તો નથી વધી રહ્યા? પ્રાથમિક તબક્કે સરકારે આ વાત સ્વીકાર કરવાનો ઈન્કાર કરી દીધો છે.

દેશના કેટલાક રાજ્યમાં કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે. એવા માહોલ વચ્ચે કેટલાક રાજ્યમાં કોરોનાનો કહેર હજું પણ યથાવત છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં કેસમાં વધારો થયો છે. કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે PMOમાં એક તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહે કોરોના વાયરસના વધી રહેલા કેસ અંગે મહત્ત્વની સમીક્ષા કરી હતી. પોલે એ વાત પણ સ્પષ્ટ કરી હતી કે, વાયરસની સંરચનામાં ફેરફાર થઈ રહ્યા છે. એના વ્યવહાર પણ બદલી રહ્યા છે. અત્યાર સુધીમાં 3500 સ્વરૂપ પર અભ્યાસ થયેલા છે. હાલમાં જે બે નવા પ્રકાર સામે આવ્યા છે એનો અભ્યાસ થઈ રહ્યો છે. બીજી તરફ કેસ વધવા પાછળનું કારણ પણ શોધવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp