CBIના બે અધિકારીઓ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં આવી ભૂગોળ જોઈ રહ્યા હતા

17 Sep, 2017
08:31 AM
PC: khabarchhe.com

એપ્રિલ મહિનો હતો, એક સવારે બે સીબીઆઈના અધિકારીઓ બપોરના સુમારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં આવ્યા ગેટ ઉપર ઉભા રહેલા સંત્રીએને સીબીઆઈ ઓફિસરે પોતાનો પરિચય આપતા, સંત્રીએ ઈન્ટરકોમ ઉપર ડીસીપી અભય ચુડાસમાને ફોન કરી સીબીઆઈના અધિકારીઓ આવ્યા હોવાની જાણકારી આપી ,એક તબ્બકે અચાનક આવેલા સીબીઆઈના અધિકારીઓ આવ્યા હોવાની ખબર પડતા ચુડાસમા ચૌંકી ઉઠયા હતા, પણ હવે સીબીઆઈના અધિકારીઓને અંદર બોલાવ્યા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો. તેમણે તેમને અંદર મોકલવાની સુચના આપી, બંન્ને સીબીઆઈ અધિકારીઓ અભય ચુડાસમાની ચેમ્બરમાં આવ્યા, તેઓ ઈન્સપેકટર કક્ષાના અધિકારીઓ હોવાને કારણે તેમણે પોતાના સિનિયર ડીસીપી ચુડાસમાને સલામ કરી અને તેઓ તો ફોન ઈન્ટરસેપ્શનમાં મુકવા માગતા હોવાની જાણકારી હતી, સીબીઆઈ અધિકારીની વાત સાંભળતા જ ચુડાસમાને હાશકારો થયો.

ચુડાસમાએ તરત પોતાના ટેકનીકલ સ્કવોર્ડના સ્ટાફને બોલાવી સીબીઆઈ અધિકારીનો પરિચય આપતા તેમને મદદરૂપ થવાની જણાવ્યુ હતું, સીબીઆઈના અધિકારીઓ ચુડાસમાને સલામ કરી ટેકનીકલ સ્કવોર્ડના સ્ટાફ સાથે ચેમ્બરની બહાર આવ્યા, જો કે ચેમ્બરની બહાર નિકળી સીબીઆઈ અધિકારીઓની નજર ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં ફરી રહી હતી, તેઓ ક્રાઈમ બ્રાન્ચમાં આવવા-જવાનો રસ્તો જોઈ રહ્યા હતા, તેઓ બ્રાન્ચની ભુગોળ સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા, સીબીઆઈ અધિકારીઓને ખબર ન્હોતી કે ચુડાસમા બ્રાન્ચમાં ફીટ કરેલા સીસીટીવી કેમેરાને કારણે સીબીઆઈના અધિકારીઓના વ્યવહારને જોઈ રહ્યા હતા, તે દિવસે પોતાનું કામ પુરૂ કરી સીબીઆઈના અધિકારીઓ બહાર નિકળ્યા ત્યારે મેઈન ગેટ ઉપર સીબીઆઈનો એક ત્રીજો અધિકારી પણ ઉભો હતો, જે છેલ્લાં ઘણા દિવસથી ક્રાઈમ બ્રાન્ચ ઉપર નજર રાખી રહ્યો હતો.

બીજા દિવસે સવારે ગાંધીનગરની સીબીઆઈની ઓફિસમાં રોજ પ્રમાણે બધા દસ વાગે આવી ગયા હતા, એસપી અમીતાભા ઠાકુર પોતાની ઓફિસમાં કામ કરી રહ્યા હતા, બરાબર અગીયાર વાગતા ઠાકુરનું ધ્યાન ઘડીયાળ તરફ ગયુ, તેઓ પોતાની ખુરશીમાંથી ઉભા થયા અને તેમણે પોતાના સ્ટાફને કહ્યુ ચાલો આપણે એક કામ માટે જવાનું છે., બધા ફટાફટ ઓફિસની સીડીઓ ઉતરવા લાગ્યા, જો કે કોઈને ખબર ન્હોતી કે તેઓ કયાં જઈ રહ્યા છે, તેમને તો પોતાના એસપીની સાથે જવાનું હતું, બધા નીચે આવી પોતાના વાહનમાં ગોઠવાઈ ગયા, કારમાં બેસતા ડ્રાઈવરે પાછળ વળીને જોયુ તે પુછવા માગતો હતો કે કયાં જવુ છે. અમીતાભા ઠાકુરે માત્ર એટલુ જ કહ્યુ અમદાવાદ. ડ્રાઈવર એક ક્ષણ રોકાઈ ગયો, પણ અમદાવાદ એટલે કયાં, તેણે હજી એકસીલેટર દબાવ્યુ ન્હોતુ, એટલે અમીતાભે કહ્યુ લાલદરવાજા, અને સીબીઆઈનો કાફલો અમદાવાદ લાલદરવાજા જવા રવાના થયો.

અમીતાભ ઠાકુર કોઈની સાથે વાત કરી રહ્યા હતા,. બધા જ અધિકારીઓ શાંત હતા, સીબીઆઈનો કાફલો નહેરૂબ્રીજ પાર કરી રહ્યો હતો, ત્યારે અમીતાભ ઠાકુરના મોબાઈલ ફોનની ઘંટડી રણકી તેમણે ફોનના સ્ક્રીન ઉપર નંબર જોયો અને પહેલી રીંગમાં જ ફોન ઉપાડતા ડ્રાઈવર તરફ જોયુ અને પુછયુ બોલો, સામેથી કોણ વાત કરી રહ્યુ છે તેનો કોઈને અંદાજ આવે નહીં તેની તકેદારી રાખી, ફોન તેમણે સાંભળી માત્ર એટલુ જ કહ્યુ ઓકે કુછ તો બતાના કહી તેમણે ફોન મુકી દીધો, બસ હવે લાલદરવાજા આવવાની તૈયારીમાં જ હતું, તેઓ અમદાવાદથી ભુગોળથી અપરિચીત હતા, તેમણે એકદમ ડ્રાઈવરને પુછયુ અરે ભાઈ યહા કોઈ અચ્છા મંદિર હે... એક સીબીઆઈનો અધિકારી મંદિર અંગે કેમ પુછી રહ્યા તેવો પ્રશ્ન ડ્રાઈવરને થયો પણ તે એસપીને કઈ પુછી શકે નહીં તેણે કહ્યુ હા સર યહા ભદ્રકાલી કા મંદિર હૈ, ઠાકુરે કહ્યુ તો ચલો મંદિર પે જાતે હૈ.

સાથે રહેલા બધા અધિકારીઓને આશ્ચર્ય થયુ કે એસપી સાહેબ આપણને મંદિર જવા માટે સાથે લાવ્યા હતા, પણ કોઈએ કઈ પુછયુ નહીં બધા એકબીજા સામે જોવા લાગ્યા, એકાદ મિનીટના અંદરે ભદ્રના કિલ્લામાં આવેલા ભદ્રકાળીના મંદિરમાં પહોંચ્યા, સીબીઆઈ અધિકારીઓ મંદિરમાં દર્શન કરી બહાર આવ્યા અને બહાર બાકડે એસપી ઠાકુર બેઠા હતા, તેમના મનમાં કઈક ચાલી રહ્યુ હતું પણ શુ ચાલી રહ્યુ હતું તેની કોઈને ખબર ન્હોતી, ઠાકુર થોડી થોડી વારે ધડીયાળ જોઈ રહ્યા હતા, પોલીસના ડ્રાઈવરને પણ આશ્ચર્ય થઈ રહ્યુ કે સીબીઆઈવાળા કેમ મંદિર ઉપર આવી બેઠા છે, ત્યાર જ એસપી ઠાકુરની નજર પડી કે મંદિરની સામે કારંજ પોલીસ સ્ટેશનનું બોર્ડ લાગેલુ હતુ, ઠાકુર સમજી ગયા કે લાંબો સમય અહિયા રોકાઈ શુ તો કોઈને પણ શંકા જવાનો ડર હતો, તેમણે ડ્રાઈવરને પુછયુ અહિયા દુસરા કોઈ મંદિર હૈ, ડ્રાઈવરે વિચાર કરી કહ્યુ હા સાબ જમાલપુરને ભગવાન જગન્નાથના મંદિર હૈ, ઠાકરે કહ્યુપ ચલો જગન્નાથ મંદિર જાતે હે.

(ક્રમશ)

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.