મહારાષ્ટ્રમાં સત્તા બચાવવા ઉદ્ધવ ઠાકરે સરકાર પાસે છે આ 2 વિકલ્પ

PC: abplive.com

મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદેના બળવા બાદ ઉદ્ધવ ઠાકરે સરકારનું જવું લગભગ નક્કી થઈ ગયું છે. રાજકીય હલચલના ત્રીજા દિવસે 37 કરતા વધુ ધારાસભ્ય ગુવાહાટી પહોંચી ચૂક્યા છે. મહાવિકાસ અઘાડી (MVA) સરકાર સામે આવેલા રાજકીય સંકટમાંથી કઈ રીતે બહાર આવવામાં આવે તેને લઈને કોંગ્રેસ, NCP અને શિવસેના સતત મંથન કરી રહી છે, પરંતુ કોઈ સમાધાન નીકળતું દેખાઈ રહ્યું નથી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી જવાની પટકથા લખાઈ ચૂકી છે. એવામાં હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે સત્તા બચાવી રાખવાના બે વિકલ્પ બચે છે.

એકનાથ શિંદે સાથે જે રીતે શિવસેનાના ધારાસભ્ય ઊભા નજરે પડી રહ્યા છે, તેનાથી ઠાકરે સામે પોતાની ખુરશી બચાવી રાખવાથી વધારે હવે પાર્ટી અને સત્તા બચાવવાનો પડકાર ઊભો થઈ ગયો છે. એવામાં ઉદ્ધવ ઠાકરેએ બુધવારે ભાવુક સંદેશ પણ આપ્યો, જેમાં કહ્યું કે જો તેમના પોતાના લોકો તેમને મુખ્યમંત્રી પદ પર જોવા માગતા નથી તો તેઓ તેને છોડવા માટે તૈયાર છે. જોકે તેમણે કહ્યું કે, હું ઈચ્છું છું કે કોઈ શિવસૈનિક જ મુખ્યમંત્રી બને. તેનાથી સ્પષ્ટ જાહેર થાય છે કે, ઠાકરે સત્તા બચાવવા માટે કોઈ પણ શિવસૈનિકને મુખ્યમંત્રી બનાવવા માટે પગલું વધારી શકે છે.

ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ શિવસેનાના ધારાસભ્યોએ જે રીતે બળવો કર્યો છે, તેનાથી સ્પષ્ટ છે કે તેમની ખુરશી જવાની છે. એવામાં તેમની સામે એક વિકલ્પ એ બચે છે તેઓ એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાનો દાવ ચાલે. શરદ પવાર અને ઠાકરે વચ્ચે તેને લઈને વાતચીત પણ થઈ ચૂકી છે. જોકે એકનાથ શિંદેએ બુધવારે ટ્વીટ કરીને શિવસેનાના કોંગ્રેસ અને NCP સાથે ગઠબંધનને અપ્રાકૃતિક બતાવ્યું હતું અને ત્યાંથી બહાર નીકળવું જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, શિવસેના કાર્યકર્તાઓમાં NCP, કોંગ્રેસ સાથે સરકાર બનાવવાને લઈને પણ નારાજગી છે કેમ કે તેમની વિચારધારા સંપૂર્ણ રીતે શિવસેના વિરુદ્ધ છે.

શિવસેનમાંથી બળવો કરનારા એકનાથ શિંદેએ કોંગ્રેસ અને NCP સાથે સંબંધ તોડવાને લઈને પોતાનું સખત વલણ બનાવી રાખ્યું છે અને પાર્ટીના તમામ ધારાસભ્ય તેમના સમર્થનમાં ઊભા નજરે પડી રહ્યા છે. એવામાં શિવસેના સામે બીજો વિકલ્પ એ છે કે, કોંગ્રેસ અને NCP સાથે ગઠબંધન તોડીને ભાજપ સાથે મળીને સરકાર બનાવી લે, કેમ કે શિવસેનામાં બળવા બાદ તો તેમની ખુરશી જવી નક્કી છે. એવામાં ભાજપ સાથે હાથ મળાવીને સત્તામાં જરૂર બન્યા રહેશે. એકનાથ શિંદે સતત ભાજપ સાથે મળીને સરકાર બનાવવાનું સૂચન આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp