બ્રિટન સરકાર વિચારી રહી છે જેલની સજા ઓછી કરવા અંગે

PC: advance.net

બ્રિટન સરકાર ફરીથી ગુનાને અંજામ આપવાથી રોકવા અને ક્રાઇમ રેટ ઓછો કરવા વધુમાં વધુ અપરાધો માટે મળનાર છ મહિના કે તેનાથી ઓછી જેલની સજા પૂર્ણ કરવા અંગે વિચારી રહી છે. જેલ વોર્ડન રોરી સ્ટિવને શનિવારે એક અખબારી અહેવાલમાં જણાવ્યું કે, દુકાનોમા સામાન ચોરવા કે નાના મોટા ઝઘડા કે પછી યૌન શોષણ ન કર્યું હોય તેવા હજારો આરોપી જેલની સજામાંથી હવે મુક્ત કરવામાં આવશે.

એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યુ કે, જેલની ઓછી સજા તમને બર્બાદ કરવા માટે ઘણી છે. અને તમને ઠીક થવા માટે વધુ નથી. તેમણે જણાવ્યુ કે, જો તમે કોઇને ત્રણ કે ચાર અઠવાડિયા માટે જેલમાં નાખો છો. તો તે પોતાનું ઘર, નોકરી, પરિવાર અને પ્રતિષ્ઠા તમામ ગુમાવી બેસે છે. તે જેલમાં આવે છે. જેલમાં બીજા કેદીઓને મળે છે. અને તમે પછી તરત તેને રસ્તા પર ખુલ્લા મુકો છે. આધિકારીક આંકડા અનુસાર ઇંગ્લેન્ડ અને વેલ્સની જેલમાં 1990 બાદથી કેદીઓની સંખ્યા બે ગણી થવા પામી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp