બેરોજગારી અને હતાશાના કારણે રેપની ઘટના બને છેઃ BJP ધારાસભ્ય

PC: intoday.in

બેટી બચાવોના નારાથી ભારતની દિવાલો ભલે ચીતરી દેવામાં આવી હોય પરંતુ આજે દીકરીઓ ઘરની બહાર જરા પણ સલામત નથી. કારણકે હરિયાણામાં એક વિદ્યાર્થીની પર ગેંગરેપ કરનાર આરોપીઓ હજુ પણ પકડાયા નથી. અખાડાની છાપ સાથે ઓળખાતી હરિયાણાની ધરતી પોતાની વગોવાયેલી છાપ સામે જ દંગલ કરી રહી છે. જેનું કારણ છે હરિયાણામાં યુવતીઓ પર થયેલો ગેંગરેપ. હરિયાણામાં 2 ગેંગરેપની ઘટનાઓ સામે આવી છે. આ તમામ ઘટના બાબતે વાત કરવામાં આવે તો હરિયાણાના ઝિંદ અને ફરીદાબાદમાં ગેંગરેપની ઘટનાઓ બની છે.

હરિયાણાના ઝિંદમાં તો નિર્ભયા કાંડ કરતા ક્રૂર રેપની ઘટના બની છે. ઝિંદમાં 10મા ધોરણમાં અભ્યાસ કરતી દલિત સમાજની સગીરા પર કેટલાક લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારીઓએ સગીરાનો રેપ કરી સગીરાનું મોત નીપજાવ્યું હતું અને પછી ઝિંદની નહેર પાસે અર્ધનગ્ન હાલતમાં તેનો મૃતદેહ ફેંકી દીધો હતો. આ સગીરાના પોસમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, રેપ કરનારોએ રેપ કર્યા બાદ સગીરાના ગુપ્તાંગને હથિયાર વડે જખમી કર્યું હતું જેના કારણે સગીરાનું લિવર ફાટી ગયું હતું. આ મામલે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે એક આરોપીની ઓળખ થઈ ચૂકી છે અને બીજા આરોપીઓ વહેલી તકે પોલીસના હાથે ઝડપાઈ જશે.

હરિયાણામાં ગેંગરેપની બીજી ઘટનાની વાત કરવામાં આવે તો ફરીદાબાદમાં કેટલાક ઇસમો દ્વારા એક યુવતીનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કર્યાબાદ ચાલુ કારમાં યુવતી પણ ગેંગરેપ કરવામાં આવ્યો હતો. જ્યારે યુવતીનું અપહરણ થયું હતું ત્યારે ઘટના સ્થળે ઉપસ્થિત કેટલાક લોકોએ પોલીસને ફોન કરીને માહિતી આપી હતી કે, સ્કોર્પિયો કારમાં આવેલા કેટલાક ઇસમો એક યુવતીનું અપહરણ કરી ગયા છે. પોલીસને યુવતીના અપહરણની જાણ થઈ છતાં પણ પોલીસે યુવતીને બચાવવામાં નિષ્ફળ રહી. ચાલુ કારમાં બે કલાક સુધી હેવાનોએ યુવતી પર રેપ કર્યો અને પછી યુવતીને એક પેટ્રોલ પંપ પર ઉતારી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસના જણાવ્યા અનુસાર કારમાં 3 લોકોએ યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. હાલ તો પોલીસ આ મામલે આરોપીઓને પકડવા માટેના પ્રયાસો કરી રહી છે.

આ રેપની ઘટના મામલે ભાજપના મહિલા ધારાસભ્ય પ્રેમલતા સિંહને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, લોકોને નોકરી મળતી નથી. નોકરી ન મળવાના નિરાશાના કારણે કેલાક લોકો આવી ગંદી પ્રવૃત્તિ કરે છે. હરિયાણા મુખ્યમંત્રીને પણ હરિયાણાની દીકરીઓની ચિંતા ન હોય તેવું લાગી રહ્યું છે. કારણકે જયારે હરિયાણાના મુખ્યમંત્રી કાશ્મીર પહોંચ્યા ત્યારે મીડિયાએ હરિયાણામાં વધતા જતા રેપ મામલે સવાલ કરતા મુખ્યમંત્રી ભડકી ઊઠ્યા હતા અને તેમણે મીડિયાને કહ્યું કે કોઈ પણ વક્તાને આમ ન કહીં શકો તેને પહેલા બોલવા દેવો જોઈએ. રેપકેસ મામલે સવાલ પૂછાતાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આ સવાલનો જવાબ હરિયાણામાં આપવાનું કહી ચાલતા થઈ ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp