નાગપુરમાં સંઘ હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવવાની ધમકી, અચાનક વધારવામાં આવી સુરક્ષા

PC: inshorts.com

મહારાષ્ટ્રના નાગપુરમાં સંઘ હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. રિપોર્ટ્સ મુજબ, એક અજાણ્યા ઇસમે કોલ કરીને આ ધમકી આપી છે. આ કોલની જાણકારી પોલીસને આપવામાં આવી હતી. ત્યારબાદ જ પોલીસ આ અંગે તપાસમાં લાગી ગઇ છે. તેની સાથે જ સંઘ હેડક્વાર્ટરની પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. હેડક્વાર્ટરની સુરક્ષા માટે અતિરિક્ત પોલીસ બળને તૈનાત કરી દેવમાં આવી છે. તો અહીં આસપાસ રહેનારા લોકોના મૂવમેન્ટ પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે.

સંઘ હેડક્વાર્ટરમાં પહેલાથી જ પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં CRPFની એક ટીમ પહેલાથી જ સુરક્ષા પર રહે છે. સાથે જ બાહ્ય સર્કલ પર નાગપુર પોલીસની સુરક્ષા ઘેરો હોય છે. તેની સાથે જ અહીં વીડિયોગ્રાફી કે પછી કોઇ પણ પ્રકારના ડ્રોન ઉડાવવાની પહેલાથી પ્રતિબંધ લાગી ગયો છે. ત્યારબાદ પણ શનિવારે સવારે આવેલા ધમકીભરેલા કોલ બાદ RSS મુખ્યાલયની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત હાલના દિવસોમાં કર્ણાટકના પ્રવાસ પર છે.

અજાણ્યા ઇસમ તરફથી RSS હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવવાની ધમકી ભરેલો ફોન કોલ નાગપુર પોલીસની કંટ્રોલ રૂમમાં આવ્યો હતો. જો કે, તેને લઇને પોલીસ તરફથી કે નાગપુર પોલીસ કમિશનર તરફથી કોઇ પણ સત્તાવાર નિવેદન અત્યાર સુધી આવ્યું નથી. આ અગાઉ શુક્રવારે કથિત રીતે લશ્કર-એ-તોયબા તરફથી એક મેલમાં મુંબઇની પ્રસિદ્ધ માઉન્ટ મેરી ચર્ચ પર હુમલો કરવાની ધમકી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે એક વખત કોઇ વિશેષ મહત્ત્વપૂર્ણ પ્રરિષ્ઠનોને નો ડ્રોન ઝોન જાહેર કરી દેવામાં આવે છે, તો એ ક્ષેત્રના 2 કિલોમીટરના દાયરામાં એવી વસ્તુઓને ઉડાવવા પર સખત કાયદાકીય કાર્યવાહી થાય છે. જો એવી વસ્તુઓ મળે છે તો તેને નષ્ટ કરી દેવામાં આવે છે કે પછી પોલીસ જપ્ત કરી લે છે.

આ અગાઉ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં RSSની ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. વૉટ્સએપ ગ્રુપ પર મળેલી આ ધમકીમાં લખનૌના  અને કર્ણાટકના 4 કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ લખનૌના મડિયાંવ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી. RSS પ્રમુખ મોહન ભાગવતે પાણીને લઇને ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, માંસાહાર પ્રોસેસિંગમાં ખૂબ પાણી વેસ્ટ થાય છે. માંસાહાર નહીં હોય તો કતલખાના પોતે જ બંધ થઇ જશે. તેનાથી પ્રદૂષણ પણ થાય છે. મોહન ભાગવતે આ વા ઉજ્જૈનમાં સુજલામ ઇન્ટરનેશનલ જળ મહોત્સવમાં કહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp