હવે કંપનીઓએ કર્મચારીઓને આપવી પડશે આ સુવિધાઓ, તેમના બાળકો માટે બનાવવું પડશે ક્રેચ

PC: moneycontrol.com

કેન્દ્રીય કેબિનેટે કર્મચારીઓના હિતો સંબંધિત એક બિલ પાસ કર્યું છે. કેબિનેટે બુધવારે હેલ્થ એન્ડ વર્કિંગ કંડિશન કોડ બિલ 2019ને મંજૂરી આપી દીધી છે. આ કાયદો લાગૂ થયા બાદ કંપનીઓએ પોતાના કર્મચારીઓનું વાર્ષિક હેલ્થ ચેકઅપ કરાવવનું અનિવાર્ય હશે.

આ ઉપરાંત, કંપનીઓએ પોતાના કર્મચારીઓ માટે કેન્ટીન તેમજ તેમના બાળકો માટે ક્રેચ (ઘોડિયાઘર)ની સુવિધા આપવી પડશે. શ્રમ તેમજ રોજગાર મંત્રી ગંગવારે જણાવ્યું હતું કે, સરકારની પ્રાથમિકતા મજૂરોના હિતનું ધ્યાન રાખવાનું છે.

સરકારે 3 શ્રમ કાયદાઓને ભેગા કરીને એક કાયદો બનાવ્યો છે. આ કાયદાથી 40 કરોડ કામદારોને ફાયદો મળશે. ગંગવારે વધુમાં જણાવ્યું હતું કે, નવા બિલમાં 178 રૂપિયા પ્રતિદિવસની મજૂરી દર મહિને નક્કી કરેલી તારીખે આપવાનું પ્રાવધાન કર્યું છે. હવે આ બિલને બેથી ત્રણ દિવસની અંદર લોકસભામાં રજૂ કરવામાં આવશે. જણાવી દઈએ કે, બિલમાં કર્મચારીને હવે અપોઈન્ટમેન્ટ લેટર આપવો અનિવાર્ય બનાવી દીધો છે. મહિલાઓ માટે કામનો સમય સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યાની વચ્ચેનો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp