યુપી-બિહાર ચૂંટણી, જાણો કોણ ક્યાં જીતે છે, કોણ ક્યાં હારે છે

PC: ndtv

ઉત્તરપ્રદેશમાં ગોરખપુર અને ફુલપુર સીટ પર થયેલી પેટાચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. બન્ને સીટ પર મતગણતરી ચાલી રહી છે. દરેક વિધાનસભા વિસ્તારોમાં કાઉન્ટીંગ માટે 14 ટેબલ મૂકવામાં આવ્યા છે. એક ટેબલ એક એઆરઓ હોય છે. કાઉન્ટીંગ કરીને રિઝલ્ટને એલઈડી સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવી રહ્યું ચે. આ ઉપરાંત માઈકથી પણ પરિણામ જાહેર કરવામાં આવશે. યુપીની સાથો સાથ બિહારની જહાનાબાદ અને ભભૂઆ સીટ પર પણ મતગણતરી ચાલી રહી છે.

ફુલપુર લોકસભા ચૂંટણીમાં ત્રીજા રાઉન્ડના અંતે સપાના નાગેન્દ્ર પટેલને 33227 વોટ મળ્યા છે. ભાજપના ઉમેદવારે 2441 વોટની સરસાઈ હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મનિષ મિશ્રાને 1398 વોટ જ મળ્યા છે.

ફુલપુરમાં સપાના નાગેન્દ્ર પટેલ અને ગોરખપુરમાં ભાજપના ઉપેન્દ્ર શુક્લ આગળ ચાલી રહ્યા છે.

બિહારની જહાનાબાદ લોકસભામાં આરજેડીના કૃષ્ણ કુમાર 2716થી સરસાઈ મેળવી છે. હજુ મતગણતરી ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp