પેટાચૂંટણીના પરિણામ પહેલા જ કોંગ્રેસે ગુમાવી એક સીટ, આ છે કારણ

PC: hindustantimes.com

ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીના પરિણામો આવે તે પહેલા જ કોંગ્રેસે એક સીટ ગુમાવી દીધી છે. આમ તો પેટાચૂંટણીમાં હારવા માટે કોંગ્રેસ પાસે કંઈ હતું જ નહીં, પરંતુ પાર્ટીના કોઈ ઉમેદવારે એટલે મેદાન છોડવું પડ્યું કારણ કે તેમનું નામાંકન રદ્દ કરવામાં આવ્યું હતું, જે એક અજીબ વાત હતી. ફિરોઝાબાદ જિલ્લાના ટુંડલા સીટથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન જ કેન્સલ કરી દેવામાં આવ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર સ્નેહલતાનું નામાંકન એટલે કેન્સલ કરવામાં આવ્યું હતું કારણ કે તેનું શપથપત્ર અધૂરું હતું.

સ્નેહલત્તાએ 14 ઓક્ટોબરના રોજ નામાંકન ભર્યું હતું. તેણે તેના શપથપત્રમાં બધી જાણકારી આપી ન હતી, જેની ચકાસણી ચુનાવ આયોગ કરે છે. નિયમ છે કે શપથપત્રમાં કોઈ પણ કોલમ ખાલી છોડવી ન જોઈએ. સ્નેહલતાએ પોતાના આશ્રિતોની કોલમ ખાલી છોડી દીધી હતી. તે સિવાય બીજી જગ્યાઓ તેણે ખાલી છોડી દીધી હતી. નામાંકન કેન્સલ થઈ જવાને લીધે ધૂંઆપૂંઆ થયેલી સ્નેહલતાએ ફિરોઝાબાદ જિલ્લા સરકાર પર બેઈમાનીના આરોપ લગાવ્યો હતો.

તેણે કહ્યું હતું કે, 14 ઓક્ટોબરના રોજ ભરવામાં આવેલા નામાંકનમાં કેટલીક ખામીઓ જરૂર હતી પરંતુ 16 ઓક્ટોબરના રોજ તેને સુધારી દેવામાં આવી હતી. તે ટુંડલા સીટથી ચૂંટણી જીતવાની હતી, કારણ કે તે એક એવી ઉમેદવાર હતી જે અહીંની સ્થાનિક છે. બાકીના ઉમેદવારો બહારના છે. તેવામાં રિટર્નીંગ ઓફિસરે જાણી જોઈને મારું નામાંકન પત્ર કેન્સલ કરી દીધું છે. સ્નેહલતાએ આરોપ લગાવ્યો છે કે તેના શપથપત્રના પાના પણ બદલી નાખવામાં આવ્યા છે.

બીજી તરફ રિટર્નીંગ ઓફિસર એસડીએમ રાજેશ વર્માએ કહ્યું છે કે સ્નેહલતાને ત્રણ વખત બોલાવામાં આવીને કહેવામાં આવ્યું હતું કે તેનું નામાંકન પત્ર અધૂરું છે, પરંતુ દર વખતે તેણે કેટલીક કોલમો ખાલી છોડી દીધી હતી. આ આખી ઘટનાક્રમની આખી વીડિયોગ્રાફી કરાવવામાં આવી છે અને જેનાથી કોઈ પણ રીતની ગડબડ થવાની સંભાવના નથી. આ મામલા કોર્ટમાં લઈ જવા પર સ્નેહલતાએ કહ્યું હતું કે, હવે કોર્ટ શું જવાનું. હાલમાં રસ્તા પર દેખાઈ રહેલી કોંગ્રેસ માટે આ ઘટના કોઈ સદમા કરતા ઓછું નથી. આમ તો પેટાચૂંટણીની કોઈ પણ સીટ તેમની પાસે નહીં હતી પરંતુ હવે તો એક સીટ પર જે આશા દેખાઈ રહી હતી તે પણ જતી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp