પિયરમાં રહેતી પત્નીને મનાવવા ગયેલા પતિએ વાત કરવાના બહાને યમસદન પહોંચાડી દીધી

PC: uptak.in

6 મહિનાથી પિયરમાં રહેતી પત્નીને મનાવવા સાસરે ગયેલા પતિએ વાત કરવાના બહાને પત્નીને અલગ રૂમમાં બોલાવી હતી. પતિના મગજમાં ખુરાફાતી વિચાર ચાલતા હશે એવો પત્નીને બિલકુલ અંદાજ નહોતો. રૂમમાં ગયા પછી પતિએ પત્નીના પેટમાં ચાકુ હુલાવીને પત્નીને યમસદન પહોંચાડી દીધી હતી અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. મોડે સુધી દીકરી આવી નહીં ત્યારે પરિવારના લોકોએ તપાસ કરી તો દીકરીના લોહીલુહાણ હાલતમાં લાશ પડી હતી.

ગાઝિયાબાદમાં પતિએ પત્નીની ચાકુ મારીને હત્યા કરીને ફરાર થઇ ગયો છે.બંને વચ્ચે વિવાદ થયા બાદ કોર્ટ કેસ ચાલી રહ્યો હતો. આરોપી પતિ પત્ની સાથે વાત કરવા સાસરે પહોંચ્યો હતો. ત્યારબાદ પત્નીને અલગ રૂમમાં લઈ જઈ ચાકુના ઘા મારીને હત્યા કરી નાખી હતી.ઘટના શુક્રવાર-શનિવારની રાતની જણાવવામાં આવી રહી છે. હત્યા કરીને પતિ ફરાર થઈ ગયો છે. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પીડિતાના પરિવાર પાસેથી તમામ માહિતી લીધી છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે અને પોલીસ પતિને શોધી રહી છે.

 આર્ય નગર વિસ્તારમાં રહેતી 22 વર્ષની વંશિકા કશ્યપના 2 વર્ષ પહેલા ગાજિયાબાદના વિજયનગરમાં રહેતા નરેશ સાથે લગ્ન થયા હતા. લગ્નના 6 મહિના પછી બંને વચ્ચે વારંવાર ઝગડા થતા હતા, જેને લીધે વંશિકા પોતાના પિયર રહેવા આવી ગઇ હતી. તેમની વચ્ચે કોર્ટ કેસ પણ ચાલી રહ્યો છે.

શુક્રવારે સાંજે નરેશ પત્ની વંશિકાને મળવા સાસરે પહોંચ્યો હતો અને પાછી ઘરે આવવાની વિનંતી કરી હતી, પરંતુ વંશિકાએ ઇન્કાર કરી દીધો હતો. એ પછી બંને વચ્ચે વિખવાદ ચાલતો રહ્યો હતો. એ પછી નરેશે વંશિકાને ઉપરના રૂમમાં એકલામાં વાત કરવાની વાત કરી હતી. વંશિકા અને નરેશ ઉપરના રૂમમાં વાત કરવા ગયા ત્યારે નરેશે વંશિકાના પેટમાં ચાકુ હુલાવી દીધો હતો અને વંશિકાને ત્યાંજ લોહીથી લથપથ છોડીને ભાગી છુટ્યો હતો.

પરિવારના લોકોને જ્યારે ખબર પડી તો વંશિકાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ એ પહેલાં જ તેણીનું મોત થઇ ગયું હતું. પરિવારની ફરિયાદ પર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને નરેશની તપાસ શરૂ કરી છે.

ACP, સિટી, અશું જૈને કહ્યું હતું કે પત્નીની હત્યા કરનારા પતિને શોધવા માટે અનેક ટીમ બનાવી દેવામાં આવી છે. ટુંક સમયમાં આરોપી પોલીસને હાથે ઝડપાઇ જશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp