આવી વહુ કોઈને ન મળે, સાસૂને ખરાબ રીતે મારતી, પાડોશીએ બનાવ્યો વીડિયો

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક વૃદ્ધ મહિલાને તેની વહુએ નિર્દયી માર માર્યો. લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરી અને આરોપી વહુની કલમ 151 અંતર્ગત અટકાયત કરી.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે પોતાની વૃદ્ધ સાસુને તેની વહુ ઢોર માર મારી રહી છે. આ મહિલા વૃદ્ધને ક્યારેક વાળ પકડીને જમીન પર પણ પટકી રહી છે. સાસુને નવડાવવાથી લઈને ખાવાનું ખવડાવવા સુધી તે તેની સાથે પશુ જેવો વ્યવહાર કરી રહી છે. આ વ્યવહાર જોતા આ મહિલાના પાડોશીઓએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લીધો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો છે.

મળી રહેલી માહિતી અનુસાર વૃદ્ધ મહિલાની સાથે માર મારવાનો વીડિયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો તો પોલીસે સમગ્ર ઘટનામાં પીડિત મહિલાના ઘરે પહોંચીને પૂછપરછ શરૂ કરી. જે અંતર્ગત પોલીસને જાણ થઈ કે વૃદ્ધ મહિલા જયરામ દેવી પોતાના દીકરા ભગવાન બલીની સાથે ચકેરીના ભાઉપુરમાં રહે છે. તેની પત્ની આરતી ગુપ્તા છેલ્લા ઘણા મહિનાઓથી પોતાની વૃદ્ધ સાસુની સાથે મારમારી કરે છે. ત્યારે આ ઘટનાનો વીડિયો લઇને બે દિવસોથી લોકોએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો છે.

ચકેરીના ધાઉખેડાના રહેવાસી ભગવાન બલીની 105 વર્ષની માતા જય રામ દેવી છે. આ વિસ્તારમાં લોકોના જણાવ્યા અનુસાર ભગવાન બલી ઈ-રિક્ષાચાલક છે લોકોએ જણાવ્યું કે તેની પત્ની આરતી ગુપ્તા પોતાની સાસુને બેરહેમીથી માર મારે છે.

દીકરો ઘરેથી બહાર જતો હતો ત્યારબાદ વહુ કરતી હતી અત્યાચાર

લોકોએ જણાવ્યું કે, જેવો મહિલાનો પતિ ઘરની બહાર કામ માટે જતો હતો કે તરત જ મહિલા પોતાની વૃદ્ધ સાસુ પર અત્યાચાર કરવાનું શરૂ કરી દેતી હતી. તે તેની ઉંમરનો પણ વિચાર કર્યા વિના તેને નિર્દયતાપૂર્વક મારતી હતી. હાલમાં વૃદ્ધ મહિલાની હાલત એવી છે કે તે પોતે કંઈ કરી શકે તેમ નથી અને પોતાની પીડા ફક્ત બોલીને જણાવી શકે છે, ત્યારે લોકોએ જણાવ્યું કે વહુની આગળ આ વૃદ્ધ મહિલાના દીકરાનું પણ ચાલતું નથી અને ઘણીવાર તો આ મહિલા તેના દીકરાની સામે પણ તેની માતા સાથે ખરાબ વ્યવહાર કરે છે.

વીડિયો જોયા પછી ચકેરીના ઇસ્પેક્ટર મહિલા પોલીસની સાથે ભગવાન બલીના ઘરે પહોંચ્યા અને આરતીને પકડીને પોલીસ સ્ટેશન લઇ ગયા. ચકેરી ઇસ્પેક્ટર મધુર મિશ્રાએ જણાવ્યું કે, આરોપી વહુની પૂછપરછ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોઇન્ટ કમિશનર આનંદ પ્રકાશ તિવારીએ કહ્યું કે, આ વીડિયોએ તેમને હલાવી દીધા છે. સમગ્ર ઘટનાની તપાસ ACP મૃગાંક શિખરને સોંપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp