Notifications

Favourite List

UP પોલીસે 6 મહિનામાં કર્યા 420 એન્કાઉન્ટર

17 Sep, 2017
01:31 AM
PC: ibtimes.co.in

યોગી સરકાર આવ્યા બાદ ઉત્તર પ્રદેશમાં છેલ્લા 6 મહિનામાં 420 એન્કાઉન્ટર થયા છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 20 માર્ચ 2017થી 14 સપ્ટેમ્બર 2017 સુધીમાં 420 એન્કાઉન્ટરને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટનાઓમાં 15 ગૂનેગારો ઠાર કરાયા હતા, જ્યારે 84 ઈજાગ્રસ્ત થયા હતા અને 1106 ગૂનેગારોની ધરપકડ કરવામાં આવી હતી. આંકડા મુજબ મેરઠમાં સૌથી વધુ 193 અને લખનૌમાં સૌથી ઓછા 7 એન્કાઉન્ટર થયા છે.