આનંદીબેન પટેલે 10 દિવસમાં રાજભવન ન છોડ્યું તો ડાયનામાઈટથી ઉડાવી દેવાની ધમકી

PC: gstatic.com

ઉત્તર પ્રદેશના રાજભવનમાં ધમકી ભરેલો પત્ર મળ્યો છે. જેમાં 10 દિવસની અંદર રાજ્યપાલ આનંદીબેન પટેલને રાજભવન છોડીને ન જવા પર રાજભવનને ડાયનામાઈટથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. રાજભવન તરફથી જાહેર કરવામાં આવેલી એક પ્રેસરીલિઝમાં જણાવવામાં આવ્યું છે કે, ‘TSPC ઝારખંડ’ તરફથી આ પત્ર આવ્યો છે. તમને જણાવી દઈએ કે માઓવાદી સમૂહ તૃતીય સંમેલન પ્રસ્તુતિ કમિટીને TSPC કહેવામાં આવે છે.

કહેવામાં આવ્યું છે કે, મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે રાજ્યપાલ આનંદીબેન પટેલના અપર મુખ્ય સચિવ હેમંત રાવે પત્રને જરૂરી કાર્યવાહી માટે ગૃહ વિભાગને મોકલી આપ્યો છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલની શપછ લીધા પહેલા આનંદીબેન પટેલ મધ્ય પ્રદેશના રાજ્યપાલ હતા. થોડા સમય માટે તેમણે છત્તીસગઢ઼નું પણ કામ જોયું હતું.

ગૃહ વિભાગે આ બાબતે રાજ્યના DGP, DG ઈન્ટેલિજન્સ અને એડિશનલ DG ઓફ સિક્યોરીટિને લખીને મામલાની તપાસ માટે કહેવામાં આવ્યું છે. સાથે જ આદેશ પણ આપવામાં આવ્યા છે કે બુધવાર સુધીમાં રિપોર્ટ દાખલ થઈ જાય. એડીશનલ ચીફ સેક્રેટરી હોમ અવનીશ કુમાર અવસ્થીએ કહ્યું કે, રાજ્યપાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે.  તો બીજી તરફ લખનઉ પોલીસનું કહેવું છે કે તેમને ધમકી ભર્યા પત્ર અંગે જાણકારી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp