એક એવુ ગામ, જ્યાં પાંચ દાયકાથી બહેનો પોતાના ભાઈને નથી બાંધતી રાખડી

PC: asianetnews.com

રક્ષાબંધનના તહેવારને ભાઈ-બહેનના પ્રેમ અને સુરક્ષાના પર્વના રૂપમાં મનાવવામાં આવે છે, પરંતુ ગોંડા જિલ્લાની ગ્રામ પંચાયત ડુમરિયાડીહના ભીખમપુર જમગતપુરવામાં રક્ષાબંધનનો પર્વ મનાવવો તો દૂર કોઈ તેનો ઉલ્લેખ કરવાનું પણ પસંદ નથી કરતું. રક્ષાબંધનનો ઉલ્લેખ કરવા માત્રથી જ ગામના લોકોની આંખોની સામે પૂર્વ ઘટિત થયેલી ઘટનાઓ તરવરવા માંડે છે અને તેમને આ પર્વથી દૂર રહેવા માટે આગાહ કરે છે. ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના જગતપુરવામાં 20 એવા ઘર છે, જેમાં આશરે 200 બાળકો, વૃદ્ધો અને નવયુવાન ભાઈ રક્ષાસૂત્રનું નામ સાંભળીને જ કાંપી ઉઠે છે. ગ્રામ પંચાયત ડુમરિયાડીહની રાજસ્વ ગામ ભીખમપુર જગતપુરવા ઘરોમાં આઝાદીના 8 વર્ષો બાદ આશરે પાંચ દાયકા કરતા વધુ સમય વીતી ગયા બાદ પણ બહેનોએ પોતાના ભાઈઓના કાંડે રક્ષા સૂત્ર નથી બાંધ્યા. ત્યાં સુધી કે આસપાસના ગામ પહોંચો તો ત્યાંના લોકો રક્ષાબંધનના દિવસે જ્યારે માત્ર પોતાના ગામનું નામ જણાવે તો પણ ત્યાંની બહેનો તેમને રાખડી બાંધવાની જાતે જ ના પાડી દે છે.

જગતપુરવાના નવયુવાનોના મનમાં આ તહેવારને લઈને ઉલ્લાસ તો રહે છે, પરંતુ પૂર્વજો દ્વારા બનાવવામાં આવેલી પરંપરા ન તોડવી એ તેમની પ્રથા બની ગઈ છે. જગતપુરવા નિવાસી ગુમરિયાડીહ ગ્રામ પંચાયતના પ્રમુખ ઉષા મિશ્રાના પતિ સૂર્યનારાયણ મિશ્રા ઉપરાંત ગ્રામીણ સત્યનારાયણ મિશ્ર, સિદ્ધનારાયણ મિશ્ર, અયોધ્યા પ્રસાદ, દીપ નારાયણ મિશ્ર, બાલ ગોવિંદ મિશ્ર, સંતોષ મિશ્ર, દેવનારાયણ મિશ્ર, ધ્રુવ નારાયણ મિશ્રા અને સ્વામીનાથ મિશ્રએ જણાવ્યું કે, બહેનોએ જ્યારે પણ અમારા ઘરોમાં પોતાના ભાઈઓના હાથે રક્ષાસૂત્ર બાંધ્યા, ત્યારે-ત્યારે ગામમાં અઘટિત ઘટના બની છે.

સૂર્યનારાયણ મિશ્રાએ જણાવ્યું હતું કે, આઝાદીના આઠ વર્ષ બાદ આશરે 5 દાયકા પહેલા (1955)માં રક્ષાબંધનના દિવસે સવારે અમારા પરિવારના પૂર્વજમાં એક નવયુવાનનું મોત થઈ ગયું હતું. ત્યારથી આ ગામમાં બહેનો પોતાના ભાઈઓના હાથ પર રક્ષાસૂત્ર નથી બાંધતી. એક દાયકા પહેલા રક્ષાબંધનના દિવસે બહેનોના આગ્રહ પર સક્ષાસૂત્ર બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ તે દિવસે પણ કેટલીક અઘટિત ઘટનાઓ બની હતી. ત્યારબાદ એવું કરવાની કોઈની હિંમત જ ના થઈ. આજે પણ એ જ ભય, બહેનોને પોતાના ભાઈના હાથ પર રક્ષાસૂત્ર બાંધતા રોકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp