દેશની જાણીતી બ્રાન્ડના લેબલ લગાવીને વેચાતું હતું નકલી ઘી, ખતરનાક કેમિકલ ભેળવતા
ઉત્તર પ્રદેશના આગ્રામાં પોલીસે એક નકલી ઘીની ફેકટરી પકડી પાડી છે અને ત્યાં જે જોયું તે જોઇને પોલીસ પણ ચોંકી ગઇ હતી. દેશની મોટી મોટી બ્રાન્ડોના લેબલ લગાવીને ફેકટરીમાં નકલી ઘી બનતું હતું અને તેમાં પામ ઓઇલ, યુરિયા અને ખતરનાક કેમિકલની ભેળસેળ કરવામાં આવતી હતી. આ ઘી દેશના અનેક શહેરોમાં વેચાઇ રહ્યું હતું.
પોલીસે માહિતીના આધારે શ્યામ એગ્રો નામની ફેકટરી પર દરોડા પાડ્યા હતા જે ફેકટરી ગ્વાલિયરના નિરજ અગ્રવાલની હોવાનું જાણવા મળ્યું છે. ફેકટરીમાં 3 વિભાગ હતા જેમાં એકમા નકલી ઘી રાખવામાં આવતું, એકમા ઘીનો કાચો માલ અને ત્રીજા વિભાગમાં ઘીનો સ્ટોક રાખવામાં આવતો હતો.
પોલીસને દેશની જાણીતી બ્રાન્ડ અમૂલ, પતંજલિ, પારસના લેબલ પણ મળી આવ્યા હતા. આવી 18 બ્રાન્ડના લેબલનો ઉપયોગ કરીને લોકોને નકલી ઘી વેચવામાં આવતું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp