ગાડી પર ઊંધો રાષ્ટ્રધ્વજ લગાવતા BJP મંત્રી બોલ્યા-આને મુદ્દો ન બનાવવો જોઇએ

PC: i1.wp.com

આ ખૂબ જ હેરાન કરનારી વાત છે પણ મધ્ય પ્રદેશની સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુરને ખબર જ નથી કે રાષ્ટ્રધ્વજ કઈ રીતે લગાવવામાં આવે છે. તેમની સરકારી ગાડી પર રાષ્ટ્રધ્વજ ઊંધો જ લગાવેલો રહે છે. દેવાસના એક કાર્યક્રમમાં આવેલા મંત્રીજીની ગાડી પર ઊંધા લાગેલા ધ્વજ પર મીડિયાકર્મીઓની નજર પડી. તે તરફ જ્યારે સંસ્કૃતિ મંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું તો પહેલા તો તેમણે ચોખવટ આપવાનો પ્રયાસ કર્યો, પણ ત્યાર પછી તેમણે માફી માગી લીધી.

સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુર ઈંદોર પાસે દેવાસમાં એક કાર્યક્રમમાં આવ્યા હતા. જ્યાં તેઓ પોતાના કાફલા સાથે આવ્યા, તે સમયે ત્યાં મોજૂદ મીડિયાકર્મીનું ધ્યાન મંત્રીના ગાડી તરફ ગઇ. ત્યાર પછી મંત્રીના ગાડીના ડ્રાઈવરે ધ્વજને સીધો કર્યો. તમને જણાવી દઇએ કે મંત્રી ઉષા ઠાકુર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના સમારોહને લઇ દેવાસ ગયા હતા.

ઈંદોરથી દેવાસ સુધી ચાલતી આવેલી મંત્રીજીની કાર પર ધ્વજ ઊંધો લગાવ્યો હતો, તેનું ધ્યાન જ મંત્રીને નહોતું. દેવાસમાં જ્યારે મીડિયાકર્મીએ તેમનું ધ્યાન દોર્યું તો ઉષા ઠાકુરે પોતાની ભૂલ માની. આ દરમિયાન તેમણે કહ્યું કે તે હંમેશા રાષ્ટ્રીય પ્રતીકોના સન્માનને લઇ સતર્ક રહે છે. રાષ્ટ્રધ્વજ માટે આખુ જીવન સમર્પિત છે. છતાં આને મુદ્દો ન બનાવવો જોઇએ.

મંત્રી ઉષા ઠાકુરે કહ્યું કે, જો રાષ્ટ્રધ્વજને લઇ કોઈનાથી ભૂલ થાય છે તો એ આપણી જવાબદારી છે કે તરત તેને સુધારવામાં આવે. મીડિયાના સવાલ પર તેમણે કહ્યું કે, તે હંમેશાં એ બાબતે સાવચેત રહે છે કે તેમના કોઈ સાથીથી ભૂલ તો નથી થઇ. સાથે જ ધ્વજ કઇ રીતે લગાવવામાં આવે તેની તાલીમ પણ આપશે.

ધ્વજ પ્રત્યે હંમેશા માન સન્માન જાળવી રાખવાના દાવા પર જ્યારે મીડિયા તેમને સતત સવાલ કરતી રહી તો મંત્રીએ કહ્યું કે ધ્વજ ઊંધો લાગી શકે નહીં અને જો તેમની ગાડી પર લાગ્યો છે તો તેના માટે તે ક્ષમા પ્રાર્થી છે. ત્યાર પછી મંત્રીએ દેવાસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના અઠવાડિયા હેઠળ દિવ્યાંગોને કાનની મશીન અને ટ્રાઈ સાઇકલ ભેટ સ્વરૂપે આપી. જણાવી દઇએ કે 17 સપ્ટેમ્બરના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp