અલાહાબાદ યુનિ.ની હોસ્ટેલમાં પોલીસની રેડ, બોમ્બ બનાવવાનો સામાન જપ્ત, 58 રૂમ સીલ

PC: twitter.com/RichaSingh

ઉત્તર પ્રદેશની અલાહાબાદ યુનિવર્સિટીમાં દરોડા દરમિયાન પોલીસને બોમ્બ અને તે બનાવવાના કેટલાક સાધનો મળી આવ્યાં છે. પોલીસના દરોડા બાદ યુનિવર્સિટીના 58 રૂમ સીલ કરી દેવામાં આવ્યાં છે અને સાથે જ કેટલીક ગાડીઓ પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસના દરોડા દરમિયાન હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છવાયો હતો. પોલીસે આ કાર્યવાહીમાં રૂમની તપાસ કરી હતી અને ત્યાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને રૂમમાંથી હાંકી કાઢ્યા હતા.

સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રિચા સિંહે પ્રશાસનની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ટ્વીિટ કરીને દરોડા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને સાથે જ પ્રશાસન પર વિદ્યાર્થીઓનું ઉત્પીડન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ પહેલા રવિવારે રોહિત શુક્લા નામના એક વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ કમિશનરે આ ઘટનાની જાણકારી આપતાં કહ્યું હતું કે, અહીં રવિવારે રાત્રે અઢી વાગ્યે 21 વર્ષીય રોહિત શુક્લાને એક યુવકે ગોળી મારી હતી.

આ ઘટના બાદ પોલીસે અલહાબાદ યુનિવર્સિટી પર નજર રાખીને ત્યાં થતી કાર્યવાહી પર તપાસ હાથ ઘરી હતી. આ જ કડીમાં પોલીસે દરોડા પાડ્યા હતા અને 58 રૂમ સીલ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp