બીજા ધર્મ અને જાતિમાં લગ્ન કરવા પર આ ભાજપ શાસિત રાજ્યમાં મળશે રૂ. 50 હજાર

PC: timesofindia.indiatimes.com

મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા જેવા BJP શાસિત રાજ્યો, જ્યાં લવ જિહાદ વિરુદ્ધ સખત કાયદો બનાવવામાં લાગ્યા છે, તો ઉત્તરાખંડની BJP સરકાર બીજા ધર્મ અને જાતિમાં લગ્ન કરનારા યુગલોને પ્રોત્સાહન સ્વરૂપે 50 હજાર રૂપિયા આપી રહી છે. ન્યૂઝ રિપોર્ટ મુજબ ઉત્તરાખંડ સરકાર આ રોકડ પ્રોત્સાહન એ બધા યુગલોને આપી રહી છે, જેના લગ્ન કાયદેસર રીતે રજિસ્ટર્ડ થયા છે, આ જાણકારી રાજ્યના સમાજ કલ્યાણ વિભાગના એક અધિકારીએ આપી છે. ઇન્ટરકાસ્ટ મેરેજમાં 50 હજારની પ્રોત્સાહન રકમ મેળવવા માટે એક શરત રાખવામાં આવી છે. એ હેઠળ પતિ-પત્નીમાં કોઈ એકની જાતિ અનુચ્છેદ 341 વર્ણીત અનુસૂચિત જાતિઓમાંથી હોવી જોઈએ.

ટેહરીમાં સમાજકલ્યાણ અધિકારી દિપાંકાર ઘીડિયાલે કહ્યું હતું કે, બીજી જાતિઓ અને બીજા ધર્મમાં લગ્ન કરવા માટે આપવામાં આવનારી રકમ રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવામાં મહત્વની સાબિત થઈ શકે છે. એ સ્કીમનો ફાયદો ઉઠાવવા માટે લગ્નના એક વર્ષની અંદર અરજી આપવી પડશે. જો કે, આ મામલે હવે રાજ્યમાં હોબાળો મચી જવા પામ્યો છે. આ પ્રોત્સાહન રકમ આપવા પર મચેલા હોબાળા બાદ રાજ્ય સરકારે શનિવારે કહ્યું હતું કે, આ બાબતમાં જાહેર આદેશને સુધારવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતના સલાહકાર આલોક ભટ્ટે સોશિયલ મીડિયામાં જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, સંશોધનની કાર્યવાહીમાં સમય લાગશે, પરંતુ આ આદેશમાં સુધારો કરવામાં આવશે.

ઉત્તરાખંડ સરકારના આંતરધાર્મિક લગ્ન કરનારા યુગલોને 50 હજાર રૂપિયાની પ્રોત્સાહન રકમ આપવાની બાબતે ત્યારે જોર પકડ્યું, જ્યારે ટિહરીના સમાજ કલ્યાણ અધિકારીએ આ સંબંધમાં જાણકારી આપવા માટે એક પ્રેસ નોટ જાહેર કરી. સ્કીમ હેઠળ વિજાતીય અને બીજા ધર્મમાં લગ્ન કરનારા લોકોને 10 હજાર રૂપિયાની પ્રોત્સાહન રકમ આપવામાં આવતી હતી, પરંતુ વર્ષ 2014મા રાજ્ય સરકારે ઉત્તર પ્રદેશ આંતરજાતીય આંતરધાર્મિક લગ્ન પ્રોત્સાહન નિયમાવલી 1976મા સંશોધન કરીને 10 હજારની રકમ વધારીને 50 હજાર રૂપિયા કરી દીધી. વર્ષ 2000મા જ્યારે અલગ રાજ્ય ઉત્તરખંડનું નિર્માણ થયું તો, ઉત્તરાખંડ રાજ્યએ આ કાયદાને ઉત્તર પ્રદેશમાંથી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp