પોલીસે FB પેજ પર શેર કરી યુવકની ધરપકડની ફની રીલ, જોઈને તમે પણ હસી પડશો

PC: aajtak.in

આજકાલ લોકોને સોશિયલ મીડિયામાં ફેમસ થવું ખુબ ગમતું હોય છે. અને તેના માટે લોકો કઈપણ કરવા તૈયાર હોય છે. પણ કેટલીક વાર તેઓને ભારે પડી જતું હોય છે. આવું જ કઈક ઉત્તરાખંડમા બન્યુ છે.

સોશિયલ મીડિયા રીલ્સ બનાવવાનો જુસ્સો ક્યારેક યુવાનોને ભારે પડી જતો હોય છે. હવે વધુ એક વીડિયો સામે આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મજાની વાત એ છે કે ઉત્તરાખંડની પૌડી-ગઢવાલ પોલીસે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પેજ પર શેર કર્યો છે. જેમાં યુવાન બુલેટના મોડિફાઇડ સાઇલેન્સર વડે ફટાકડાનો અવાજ કરીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતો હતો.

પૌડી-ગઢવાલ પોલીસને બુલેટ બાઇકનો ધ્વનિ પ્રદુષણનો વીડિયો પણ મળ્યો હતો. હવે પોલીસ પણ ક્યાં પાછળ રહેવાની હતી. બુલેટ પર જોવા મળેલા યુવકની ઓળખ કર્યા બાદ પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. તેની ધરપકડની રીલ પણ બનાવી અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી પોલીસની રીલની લોકો મજા માણી રહ્યા છે. તેના પર વિવિધ કમેંટ્સ કરવામાં આવી રહી છે. એક ફેસબુક યુઝરે લખ્યું છે કે ઉત્તરાખંડ પોલીસ પણ આ દિવસોમાં ખૂબ એન્જોય કરી રહી છે. સોશિયલ મીડિયા પર રીલ બનાવનારાઓને રીલની ભાષામાં જ જવાબ આપી રહી છે.

તો અન્ય એક યુઝરે લખ્યું છે કે પોલીસ આ લોકોને કેટલી હદે પકડશે. સામાન્ય માણસ આંખ બંધ કરીને ચાલે છે. તેઓને રસ્તામાં જ પકડીને પોલીસને હવાલે કરવા જોઈએ.

આ પહેલા પણ આવા ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં છોકરી બાઇક ચલાવતા છોકરાને ગળે લગાવીને બેઠી છે અને બંને ચાલું બાઇક પર વાંધાજનક કૃત્ય કરી રહ્યા છે. આવા ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં મહિલાઓ, પુરુષો, છોકરાઓ, છોકરીઓ હથિયારોનું પ્રદર્શન કરી રહ્યા છે.

એવી વિડિયો-રીલ્સ પણ જોવા મળી છે જેમાં તલવાર વડે કેક કાપવામાં આવી રહી છે. આ સાથે રસ્તાની વચ્ચે વાહનો પાર્ક કરીને ડાન્સનો વીડિયો પણ શૂટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં દેખાતા લોકોની ઓળખ કર્યા બાદ પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ, હજુ પણ એવા લોકો છે જે તેને સ્વીકારવા તૈયાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp