ઓર્ગેનિક કેરી માટે એડવાન્સ બૂકિંગ મેળવતા વલસાડના ખેડૂત

PC: khabarchhe.com

વલસાડના ફલધરા ગામના ખેડૂત રામુભાઈ છગનભાઈ પટેલ 9909080626 દ્વારા આંબાના એવા વૃક્ષો તૈયાર કરેલા છે કે, તેની મીઠી મધ જેવી વલસાડી કેસર કેરીના ઓર્ડર એક વર્ષ પહેલાં જ મળી જાય છે. બજારમાં જે ભાવ મળે છે તેના કરતાં બે ગણા ભાવ તેમની ઓર્ગેનિક કેરીને મળે છે. તે પણ ખેતરથી જ માલ લઈ જાય છે અને એડવાન્સ બૂકિંગ કરે છે. મુંબઈમાં તેની કેરીનો અગાઉથી જ ઓર્ડર મળે છે. ગુજરાતમાં માત્ર વડોદરામાં તેની ઓર્ગેનિક કેરી જાય છે. બીજા કોઈ શહેરમાં તેની એટલી માંગ નથી.

તેઓ જંતુઓના ઉપદ્રવને દૂર કરવા માટે જાતે જ વનસ્પતિ આધારિત દવા બનાવે છે, જેવો રોગ એવી દવા પોતે ખેતરમાં જ બનાવી લે છે. આંબાના વૃક્ષો ઉપરાંત અહીં તેઓ શાકભાજીની સજીવ ખેતી કરે છે. જેમાં છાણીયુ ખાતર, લીલો પડવાસ, વર્મી કંપોસ્ટ, વર્મી વોશ, લીમડાનું તેલ, દિવેલીનો ખોળ વગેરેનો ઉપયોગ કરે છે.

તેઓ શાકભાજી ઉગાડે છે તેમાં દૂધીના થડ પાસે દિવેલ તેલ તથા વર્મીવોશ આપે છે. જીવાત નિયંત્રણ માટે લીમડાનું તેલ સાથે ગૌમુત્ર વાપરે છે. ઉપરાંત છાશ, લીમડો, કરંજ, સીતાફળ, આંકડો જેવી વનસ્પતિઓના પાનના રસમાંથી દવા બનાવી છંટકાવ કરે છે. વળી, લીમડો, કરંજ, સીતાફળ, આંકડો જેવી વનસ્પતિમાંથી પાનનો ધુમાડો કરીને પાકને વચ્ચે આપે છે.

પાકમાં બહુ ઓછો રોગચાળો આવે છે. તેમાંએ ગંભીર કહેવાય એવો રોગ તો ક્યારેય આવતો નથી. તેઓ 12 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે. જેમાં તેમને આ અનુભવ થયો છે. જો ઓર્ગેનિક ખેતી કરવામાં આવે તો તેના પર રોગ ઓછા આવે છે. એવો તેમનો અનુભવ છે. વળી સારી ગુણવત્તારી વસ્તુ પાકે છે. કુદરતી મીઠાશ અને સોડમ તેમાંથી મળે છે. દૂધીમાં તેઓ સારો એવો નફો રળી લે છે.

કેરીમાં 700 રૂ.10 કિલોના હોય તો તેને ખેતરેથી જ 10 કિલોના રૂ.1200 કે 1500 આરામથી મળે છે. તેનું એકવાન્સ બૂકિંગ થઈ જાય છે. આવતા ઉનાળામાં વલસાડી કેસર કેરી માટે અત્યારથી જ તેનું બૂકિંગ થઈ ગયું છે. તેની પાસે 100 આંબા છે. અને તેમાં ભાગ્યે જ રોગચાળો આવે છે. રોગ આવે છે ત્યારે વનસ્પતીઓનો જ ઉપયોગ કરીને તેને અંકૂશમાં લે છે.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp