છત્તીસગઢ ભવનમાં ગુજરાતી ભોજન, ગુજરાત ભવનમાં છત્તીસગઢનાં વ્યંજનો

PC: gujaratbhawan.com

છત્તીસગઢ અને ગુજરાતના ભોજન દિલ્હીનાં લોકોને મનભાવન લાગ્યા છે. અલગ અલગ રાજ્યોના લોકો વચ્ચે ભાષા, સંસ્કૃતિ, વ્યંજન, જ્ઞાન વગેરેની આપ-લે થાય તે માટે કેન્દ્ર સરકારે ‘‘એક ભારત શ્રેષ્ઠ ભારત’’ કાર્યક્રમ હેઠળ આજ રોજ દિલ્હી ખાતેના ગુજરાત ભવનમાં છત્તીસગઢી વ્યંજનો લોકોને પીરસવામાં આવ્યા હતા જેનો સ્વાદ દિલ્હીવાસીઓએ માણ્યો હતો. અને આ જ પ્રમાણે ગત શનિવારે છત્તીસગઢ ભવનમાં ગુજરાતી વ્યંજનો પીરસવામાં આવ્યા હતા. પણ બનાસકાંઠામાં પૂર પિડીતલોકોને જીવવા માટે ભોજન મળતું નથી તે અંગે આ ભવનોમાં કોઈ ચર્ચા પણ કરાઈ ન હતી.

કેન્દ્ર સરકારના એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં 20 રાજ્ય સરકારોએ મેમોરેન્ડમ ઓફ અગ્રીમેન્ટ સાઇન કર્યા છે અને વર્ષ 2017 દરમિયાન અલગ અલગ પ્રવૃતિ અને કાર્યક્રમનું આયોજન કરશે.
ભોજન ઉપરાંત ગુજરાતના હેન્ડલૂમ અને હૅન્ડિક્રાફ્ટનો એક સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp