‘કેશ ફોર વોટ’ને લીધે તમિલનાડુની આ બેઠક પર લોકસભાની ચૂંટણી રદ્દ કરવામાં આવી

PC: indiatoday.in

ચૂંટણીમાં કેશ ફોર વોટ જોકે કોઇ નવો મામલો નથી, પરંતુ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એવું પહેલીવાર થયું છે કે કેશ મળવાના કારણે લોકસભા ચૂંટણી રદ્દ કરી દેવામાં આવી હોય. 11 કરોડ જેટલી રોકડ કબજામાં લીધા બાદ તમિલનાડુની વેલ્લોર બેઠક પર ચૂંટણી રદ્દ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ચૂંટણી પંચ દ્વારા મંગળવારે રાત્રે ભલામણ કરવામાં આવી હતી. ચૂંટણી પંચના આ નિર્ણય બાદ રાજકારણ શરૂ થઇ ગયું છે.

વેલ્લોર બેઠક પરથી DMKના કોષાધ્યક્ષ દુરઇમુગ્રનના પુત્ર ડી. એમ. કથીર ઉમેદવાર છે. ચૂંટણી પંચના આ નિર્ણયને દુરઇમુર્ગને લોકશાહીની હત્યા કરાર આપી છે. તેમણે કહ્યું કે, આ પગલું વિપક્ષને ડરાવવા માટે લેવામાં આવ્યું છે. ઉલ્લેખની છે કે DMKના ઉમેદવાર પર કેશ ફોર વોટનો આરોપ છે. જેના બાદ ચૂંટણી પંચે 14 એપ્રિલના રોજ ચૂંટણી રદ્દ કરવા માટે રાષ્ટ્રપતિને ભલામણ કરી હતી.

30 માર્ચના દિવસે સ્થાનિક પ્રશાસનની ફરિયાદ પર આવકવેરા વિભાગની એક ટીમે દૂરઇમુર્ગનના ઘર પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ DMKના પદાધિકારીઓના સિમેન્ટના ગોડાઉન પર દરોડા પાડ્યા હતા, જેમાંથી 11 કરોડ રૂપિયા મળી આવ્યાં હતા. 8 એપ્રિલના રોજ DMKના ઉમેદવાર કથિર આનંદ અન તેમના બે સહયોગીઓ સામે મામલો દાખલ કરવામાં આવ્યો હતો. આ સિમેન્ટ ગોડાઉનના માલિક દામોદરન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp