રેપ ન થાય તે માટે મહિલાએ પુરુષોને સાંજે 7 પછી ઘરે રહેવાનું કહ્યું, જુઓ વીડિયો

PC: youtube.com

રાજ્યમાં બળાત્કારની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. નરાધમો નાની બાળકીઓ અને સગીરાઓને પોતાની હવસનો શિકાર બનાવી રહ્યા છે. હૈદરાબાદમાં મહિલા પશુ ડૉક્ટર પર થયેલી દુષ્કર્મની ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા હતા. ભોગ બનનાર મહિલા ડૉક્ટરને ન્યાય મળે તે માટે દેશના અલગ-અલગ રાજ્યના લોકો અગલ-અલગ રીતે વિરોધ કરીને બળાત્કારીઓને ફાંસીની સજા આપવાની માગ કરી રહ્યા છે. 2 ડિસેમ્બરના રોજ પણ હૈદરાબાદ અને તેલંગાણાના જુદા જુદા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું.

આ તમામ વિરોધની વચ્ચે એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ થયેલા વીડિયોમાં મહિલા પુરુષોને સાત વાગ્યા પછી ઘરમાં પુરાઈ જવાનું કહે છે અને શા માટે પુરુષોએ ઘરમાં પુરાઈ જવું જોઈએ તેનું કારણ પણ જણાવી રહી છે.

મહિલા તેના વીડિયોમાં કહે છે કે, મહિલાઓ સાંજે સાત વાગ્યા પછી ઘરે કેમ રહે છે પુરુષો કેમ નથી રહેતા? બધા પુરુષોએ સાંજે સાત વાગ્યા પછી ઘરમાં જ રહેવાનું કારણ કે, તે જ રેપનું કારણ છે. જો આવું થાય તો જ મહિલાઓ સુરક્ષિત રહેશે. પોલીસ કર્મચારી, મારો ભાઈ કે કોઈ શખ્સ મારું રક્ષણ ન કરે કારણ કે, સમસ્યાનું કારણ આપ છો. તમે સાંજે સાત વાગ્યા પછી ઘરે જ રહો.

ઉલ્લેખનીય છે કે, મહિલા ડૉકટરના રેપ બાદ હત્યાની ઘટનાની સંસદના બંને ગૃહોમાં પણ નિંદા કરવામાં આવી હતી. સમાજવાદી પાર્ટી અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચને હૈદરાબાદની ઘટના બાબતે કહ્યું હતું કે, જ્યાં આ ઘટના બની છે, તેના એક દિવસ પહેલા પણ આવી ઘટના બની હતી. મને એ સમજ નથી આવી રહ્યું કે, તે વિસ્તારના સુરક્ષા અધિકારીઓ પાસેથી જવાબ કેમ નથી મંગાવવામાં આવી રહ્યો. તેમણે કામમાં બેદરકારી કરી છે. તેના પર સવાલ ઊભા થવા જોઈએ. આ કઠોર વ્યવહાર રહેશે પણ આ રીતના આરોપીઓને જનતાના હવાલે કરી દેવા જોઈએ. જેથી લોકો જ તેમને સજા કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp