વિવેક ઓબરોયનો સવાલ- મમતા દીદી સદ્દામ હુસૈન જેવું વર્તન શા માટે કરી રહ્યાં છે?

PC: indiatoday.in

કોલકાતામાં અમિત શાહના રોડ શો દરમિયાન હિંસા વચ્ચે ઇશ્વરચંદ વિદ્યાસાગરની મૂર્તિ તોડવા સામે લોકો વિરોધ કરે છે. કોલકાતામાં ડાબેરી નેતાઓ, કાર્યકરો અને ટેકેદારો શેરીઓમાં બહાર આવ્યા છે અને વિરોધ કરી રહ્યા છે. ભાજપના નેતાઓએ દિલ્હીમાં જંતર મંતર પર પશ્ચિમ બંગાળમાં થયેલી ઘટના સામે વિરોધ કર્યો હતો. પક્ષ અને વિપક્ષના નેતાઓ અને વિરોધીઓ એકબીજાને દોષી ઠેરવી રહ્યાં છે. દરમિયાન, અભિનેતા વિવેક ઓબેરોયે મમતા બેનર્જી વિશે એક મોટું નિવેદન આપ્યું છે.

વિવેક ઓબેરોયે મમતા બેનર્જીના લોકશાહી પર જોખમવાળાં નિવેદનનો સ્ક્રીનશોટ લઇને કહ્યું કે, 'હું નથી સમજી શકતો કે મમતા દીદી જેવા સન્માનિત નેતા શા માટે સદ્દામ હુસૈન જેવું વર્તન કરી રહ્યા છે. આ વિડંબના તો જુઓ, લોકશાહી જોખમમાં છે અને તેને ખુદ સરમુખત્યાર દીદીથી જોખમ છે. પ્રથમ પ્રિયંકા શર્મા અને હવે તેજિન્દર બગ્ગા, આ દીદીગિરી નહીં ચાલશે. 

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર પ્રિયંકા શર્માએ ફેસબુક પર મમતા બેનર્જીનો ફોટોશોપ ફોટા શેર કર્યો હતો. આ ચિત્રમાં, મમતા બેનર્જી પ્રિયંકા ચોપરાના મેટ ગાલા ફોટો પર બતાવવામાં આવ્યા હતા. આ ચિત્ર પર વાંધો ઉઠાવતા, તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરોએ પ્રિયંકા સામે કેસ દાખલ કર્યો હતો અને પછી પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

ભાજપે ચૂંટણી પંચને, મમતા બેનરર્જીને પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરવાથી રોકવાની અપીલ કરી છે. ભાજપે એવો આક્ષેપ કર્યો છે કે, બંધારણીય પદ્ધતિ રાજ્યમાં સમાપ્ત થઈ ગઈ છે.  શાહના રોડ શો પર હુમલા બાદ મંગળવારે મંત્રી નિર્મલા સીતારમન અને મુખ્તાર અબ્બાસ નકવીએ ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી હતી. BJPએ કમિશનને બંગાળની બાબતમાં તાત્કાલિક દખલ કરવાની વિનંતી કરી, જેથી ત્યાં યોગ્યરીતે ચૂંટણીઓ થઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp