બજેટ દેશનું હતું કે બિહારનું?

નાણા મંત્રી નિર્મલાએ બિહારને બજેટમાં છપ્પરફાડ ભેટ આપી
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ વખતે બજેટમાં બિહારને છપ્પરફાડ ભેટ આપી દીધી છે. લોકો કહી રહ્યા છે કે આ દેશનું બજેટ હતું કે બિહારનું? આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને નાણા મંત્રી જ્યારે બિહારની મધુબની પેઇન્ટીંગની સાડી પહેરીને બજેટ રજૂ કરવા આવ્યા ત્યારે જ લોકોએ માની લીધેલું બિહારને મોટો ફાયદો થવાનો છે.
નાણા મંત્રીએ બિહારને નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજીની સ્થાપના કરવાની જાહેરાત કરી, બિહારમાં મખાના બોર્ડની સ્થાપના કરવાની પણ જાહેરાત કરવામાં આવી, IIT પટનાના વિસ્તરણની, ગ્રીન ફિલ્ડ એરપોર્ટ આપવાની અને કોસી કેનાલ પ્રોજેક્ટને નાણાકીય સહાય પુરી પાડવાની પણ જાહેરાત કરી. કેનાલ પ્રોજેક્ટને કારણે બિહારના 50000 હેકટર વિસ્તારમાં ખેતી કરતા ખેડુતોને ફાયદો થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp