તમે ધ્યાન રાખજોઃ કારમાં રાખેલી પાણીની બોટલ બની મોતનું કારણ, અકસ્માતમાં ગયો જીવ

PC: aajtak.in

એક નાનકડી ભૂલ પણ ક્યારેક ક્યારેક માણસના જીવ પર ભારે પડે છે. કંઈક એવું જ જોવા મળ્યું નોએડા-ગ્રેટર નોએડા એક્સપ્રેસવે પર જ્યાં કારમાં પાણીની એક બોટલના કારણે એન્જિનિયરનું મોત થઈ ગયું. દિલ્હીનો રહેવાસી એન્જિનિયર અભિષેક ઝા મિત્ર સાથે કારથી ગ્રેટર નોએડા તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન અભિષેકની ગાડી માર્ગના કિનારે ઊભા ટ્રક સાથે અથડાઇ જેના કારણે તેનું મોત થઈ ગયું જ્યારે તેનો મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયો છે.

પોલીસ અકસ્માતનું કારણ કારમાં ઉપસ્થિત પાણીની બોટલને ગણાવી છે. પોલીસના જણાવ્યા મુજબ જ્યારે અભિષેક કાર ચલાવી રહ્યો હતો તો આ દરમિયાન સીટ પાછળ રાખેલી પાણીની બોટલ સરકીને અભિષેકના પગ પાસે જઈ પહોંચી. ટ્રકને પાસે જોઈને કારને નિયંત્રિત કરવા માટે અભિષેકે બ્રેક લગાવી પરંતુ બ્રેક પેન્ડલ નીચે પાણીની બોટલ હોવાના કારણે બ્રેક ન લગાવી શક્યો અને ગાડી ટ્રક સાથે ટકરાઇ ગઈ. પોલીસ જણાવ્યું કે આ અકસ્માત સેક્ટર-144 પાસે થયો જેમાં ગાડી ચલાવી રહેલા શખ્સ અભિષેકનું મોત થઈ ગયું.

રિપોર્ટ મુજબ અભિષેક ઝા ગ્રેટર નોએડાની એક કંપનીમાં એન્જિનિયર હતો. પોલીસના જણાવ્યા મુજબ અભિષેક શુક્રવારે રાતે પોતાના મિત્ર સાથે રિનોલ્ટ ટ્રાઈબર ગાડીથી નોએડાથી ગ્રેટર નોએડા જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન સેક્ટર-144 પાસે તેની પુરપાટ ઝડપે જતી કાર ખરાબ પડેલા ટ્રક સાથે અથડાઇ ગઈ. રિપોર્ટ મુજબ પાણીની બોટલ બ્રેક પેન્ડલ નીચે આવી જવાના કારણે જ આ અકસ્માત થયો. અભિષેક ગ્રેટર નોએડાની એક મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરતો હતો. શનિવાર અને રવિવારની રજા હોવાના કારણે તે પોતાના મિત્રો સાથે શુક્રવારે રાતે ફરવા નીકળ્યો હતો પરંતુ તેને ખબર નહોતી કે તે રવિવાર જોઈ પણ નહીં શકે.

અન્ય એક રિપોર્ટ મુજબ કારમાં સવાર બે લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા. 112 હેલ્પલાઈન પર મળેલી જાણકારીના આધાર પર PCR પર ફરજ બજાવતા પોલીસકર્મી પહોંચ્યા અને લોકોની મદદથી ઇજાગ્રસ્તોને નોએડાની ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા. સેક્ટર-144 પોલીસ સ્ટેશનના પ્રભારી ઉત્તમ કુમારનું કહેવું છે કે અકસ્માત તેમના ક્ષેત્રમમાં થયો પરંતુ PCR પર તૈનાત પોલીસકર્મીઓની મદદથી ઇજાગ્રસ્તોને નોએડાની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અકસ્માતના સંબંધમાં લેખિત જાણકારી મળી નથી.

કારમાં સામાન રાખવામાં સાવધાન રહો

કાર ચલાવતી વખત ડેશબોર્ડ, સીટ કે અન્ય જગ્યા પર સામાન રાખતા બચો.

જરૂરિયાતના સામાનને શટરવાળા બોક્સ કે પાછલી સીટ પર રાખો.

જો કોઈ સામાન નીચે પડી જાય તો તેને તાત્કાલિક યોગ્ય જગ્યા પર રાખી દો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp