અમે કોરોનાની દવા બનાવવાનો દાવો નહોતો કર્યોઃ આચાર્ય બાલકૃષ્ણ

PC: twimg.com

યોગગુરુ બાબા રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણએ કોરોનાની દવા કોરોનિલ બનાવવા પર યૂ-ટર્ન લઈ લીધો છે. તેમણે કહ્યું છે કે, અમે ક્યારેય એ નથી કહ્યું કે કોરોનિલ કોરોનાનો ઉપચાર કે તેને નિયંત્રિત કરે છે. અમે કહ્યું હતું કે અમે એક દવા બનાવી છે જે પરીક્ષણમાં કોરોના દર્દી માટે ફાયદાકારક સાબિત થાય છે. તેમાં કોઇ ભ્રમ નથી.

ઉત્તરાખંડ હાઇકોર્ટે કોરોનિલના લોન્ચની સામે દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે તેઓ પોતાનો પક્ષ કોર્ટ સમક્ષ રજૂ કરે. હાઈકોર્ટ આ પૂરા મામલે બુધવારે સુનાવણી કરશે.

મામલો શું છે

ગયા મંગળવારે બાબા રામદેવે કોરોનિલ દવા લોન્ચ કરી હતી. ત્યાર પછી હવે અરજીકર્તા મનિ કુમારે હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કરી આ દવાને બજારમાં બેન કરવાની માગ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, દવા કંપનીએ ICMR દ્વારા બહાર પાડેલી ગાઈડલાઈનનું પાલન કર્યું નથી. સાથે જ આયુષ મંત્રાલય પાસેથી પરવાનગી પણ લીધી નથી. ન તો આયુષ વિભાગ ઉત્તરાખંડને કોરોનાની દવા બનાવવા માટે અરજી કરી છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે રોગ પ્રતિકારત ક્ષમતા વધારવાની આડમાં બાબા રામદેવે કોરોનિલ દવાનું નિર્માણ કર્યું અને કંપની દ્વારા નિમ્સ યૂર્નિવર્સિટી રાજસ્થાન દ્વારા દવાનું પરીક્ષણ કરવાનું જણાવ્યું. જ્યારે નિમ્સનું કહેવું છ કે, તેમણે આ રીતની દવાનું ક્લિનિકલ પરીક્ષણ કર્યું નથી. અરજીમાં બાબા રામદેવ પર ભ્રામક પ્રચાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને કહ્યું છે કે તેનું ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું નથી. તેના ઉપયોગથી શરીરમાં શું સાઈડ ઈફેક્ટ થશે તેની કોઇ જાણકારી નથી. અરજીમાં દવાને બજારમાં રોકવા અને ભ્રામક પ્રચાર પર કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

તો બીજી તરફ આયુષ મંત્રાલયે આ દવાના વેચાણ પર પરવાનગી આપી દીધી છે. જોકે, મંત્રાલયે અમુક શરતો પણ રાખી છે. આ શરતોમાં કહેવામાં આવ્યું છે કે સ્ટેટ ડ્રગ લાયસેસિંગ ઓથોરિટી દ્વારા બહાર પાડવામાં આવેલા લાયસન્સના આધારે જ પતંજલિ આયુર્વેદ આ દવાઓનું વેચાણ કરી શકશે. પણ કોરોનાના નામ પર આ દવાઓને વેચી શકાશે નહીં. સાથે જ દવાઓના લેબલ પર કોરોના નામનો ઉલ્લેખ પણ થવો જોઈએ નહીં. મંત્રાલયે ગાઈડલાઈન હેઠળ રામદેવની કંપનીને ક્લીનિકલ ટ્રાયલ પણ ચાલુ રાખવાની પરવાનગી આપી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp