બંગાળમાં બનાવીશું બાબરી મસ્જિદ, હું આપીશ એક કરોડ : TMC ધારાસભ્ય હુમાયુ કબીર

PC: inkhabar.com

તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીરે પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ જેવી નવી મસ્જિદ બનાવવાની યોજનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે મસ્જિદ મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં બનાવવામાં આવશે અને તેનું કામ 6 ડિસેમ્બર, 2025 પહેલા શરૂ થઈ જશે. ધારાસભ્યએ કહ્યું કે, તેને બનાવવા માટે પૈસાની કોઈ કમી નહીં આવે.

TMC ધારાસભ્ય હુમાયુ કબીરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળની 34 ટકા વસ્તી મુસ્લિમ છે અને તેમની દરખાસ્તનો હેતુ તેમની લાગણીઓને ધ્યાનમાં લેવા અને સન્માન સાથે જીવવાના તેમના અધિકાર પર ભાર મૂકવાનો છે. તેમણે ખાતરી આપી હતી કે, પ્રોજેક્ટ માટે ભંડોળની કોઈ અછત રહેશે નહીં. બેલડાંગામાં બે એકર જમીન પર મસ્જિદ બનાવવામાં આવશે અને બાબરી મસ્જિદ ટ્રસ્ટની રચના કરવામાં આવશે. જેમાં સ્થાનિક મદરેસાઓના પ્રમુખો અને સચિવો સહિત 100થી વધુ સભ્યો ભાગ લેશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે, મસ્જિદ બંગાળના મુસ્લિમો માટે ગૌરવનું પ્રતીક હશે. તેમણે તેને બનાવવા માટે 1 કરોડ રૂપિયાનું દાન આપવાનું પણ વચન આપ્યું છે. એટલું જ નહીં, આ પ્રોજેક્ટ નિર્ધારિત સમય પહેલા શરૂ થઈ જશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે. મુસ્લિમ બહુલ મુર્શિદાબાદના ભરતપુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હુમાયુ કબીર અગાઉ CM મમતા બેનર્જીના પ્રથમ કાર્યકાળમાં મંત્રી રહી ચૂક્યા છે. તેઓ પ્રથમ વખત 2011માં રેજીનગર બેઠક પરથી TMCની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. કબીરે તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલી ટીપ્પણીથી વિવાદ સર્જાયો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, જો તે જીતી જશે તો તે BJPના સમર્થકોને કાપીને ભાગીરથી નદીમાં ફેંકી દેશે. તેમણે મુર્શિદાબાદની બદલાતી વસ્તી વિષયક ચિંતા પણ વ્યક્ત કરી હતી.

TMCમાં જોડાયા પહેલા તેઓ કોંગ્રેસમાં હતા. હુમાયુ કબીરના વિવાદાસ્પદ નિવેદનોને કારણે TMCને ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. TMCએ તાજેતરમાં હુમાયુને તેના એક નિવેદન માટે નોટિસ મોકલી હતી.

TMC નેતા હુમાયુ કબીરે મસ્જિદ બનાવ્યા પછી નવો વિવાદ ઉભો કર્યો છે. જો કે સંભલના સમાજવાદી પાર્ટીના સાંસદ જિયાઉર બર્કે તેમના નિવેદનને નકારી કાઢ્યું નથી. તેમણે કહ્યું કે, મસ્જિદ બનાવવામાં કંઈ ખોટું નથી. કોઈપણ વ્યક્તિને તેની શ્રદ્ધા પ્રમાણે જીવવાનો સંપૂર્ણ અધિકાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp