26th January selfie contest

અમે બે લગ્ન કરીશું, બે લગ્ન... પરિણીત મહિલા CO ઓફિસે પહોંચીને હંગામો મચાવ્યો

PC: india.postsen.com

હમીરપુરમાં CO ઓફિસે પહોંચતા જ મહિલાએ હોબાળો મચાવ્યો હતો. મહિલાએ બૂમો પાડવાનું શરૂ કર્યું કે, તે બે લગ્ન કરશે... બે લગ્ન. આ દરમિયાન તેણીએ ખુરશીઓ તોડી, મોબાઈલ તોડી નાખ્યો અને જમીન આળોટીને ચીસો પાડવા લાગી. COએ કહ્યું કે મહિલાની હરકતો જોઈને લાગે છે કે તેનું માનસિક સંતુલન બરાબર નથી. તેને તેના પિયરિયાં અને સાસરિયા પક્ષને સોંપી દેવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ જોઈ અને સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. હકીકતમાં, એક પરિણીત મહિલા તેના પ્રેમી સાથે લગ્નની અરજી લઈને પોલીસ સ્ટેશન પહોંચી અને CO સામે હંગામો મચાવવા લાગ્યો. મહિલાએ ખુરશીઓ ફેંકી, મોબાઈલ તોડી નાખ્યો અને જમીન પર આળોટીને ચીસો પાડવા લાગી.

સંબંધીઓએ ભારે મુશ્કેલીથી મહિલા પર કાબૂ મેળવ્યો અને તેને પોતાની સાથે લઈ ગયા. મળતી માહિતી મુજબ CO PK સિંહ અસલાહ ફેક્ટરી સંબંધિત પ્રેસ કોન્ફરન્સ કરવા કોતવાલીમાં હતા. તે મીડિયાને સંબોધિત કરવાના હતા કે, બસેલા ગામના રહેવાસી અનિલ શર્માની પત્ની કાજલ શર્મા કોતવાલી પહોંચી.

કાજલે જણાવ્યું કે તેના લગ્ન 18 ફેબ્રુઆરી 2022ના રોજ થયા હતા. પરંતુ, તે તેના પ્રેમી ગુડ્ડુ સાથે લગ્ન કરવા માંગતી હતી. થોડી વાર પછી તે ઉત્તેજિત થઇ ગઈ અને બરાડા પાડવા લાગી. મહિલાએ COની સામે ભારે હોબાળો મચાવ્યો હતો.

બે મહિલા કોન્સ્ટેબલોએ ભારે મુશ્કેલીથી તેને કાબુમાં લીધી. એક મહિલા કોન્સ્ટેબલ તો નીચે પડી ગઈ હતી. લેડી કોન્સ્ટેબલે તેને કોઈ પણ રીતે પકડીને કેબિનમાં લઈ ગઈ. પછી તેણી થોડી શાંત થઈ. COએ કહ્યું કે, મહિલાની હરકતો જોઈને લાગે છે કે, તેનું માનસિક સંતુલન બરાબર નથી. તેને તેના પિયરિયાં અને સાસરિયા પક્ષને સોંપી દેવામાં આવી છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસનું કહેવું છે કે, આ મહિલાને ડૉક્ટરની મદદની જરૂર છે. તેને તાત્કાલિક સારવારની જરૂર છે. પરિવારે કહ્યું કે તેને જલ્દી ડોક્ટરને બતાવવામાં આવશે.

કોતવાલી વિસ્તારના બસેલા ગામની રહેવાસી નવવિવાહિત મહિલાના પતિએ જણાવ્યું કે, તેના લગ્ન 18 ફેબ્રુઆરી 2022ના રોજ ઝાંસી જિલ્લાના ચિરગાંવસિયા ગામની એક યુવતી સાથે થયા હતા. તેણે જણાવ્યું કે લગ્ન પછી તેની પત્નીએ જાલૌનના રહેવાસી તેના પ્રેમી ગુડ્ડુ રાજપૂત સાથે ફોન પર વાત કરવાનું શરૂ કર્યું. ફોન પર વાત કરતી વખતે તેને તેનો જૂનો પ્રેમ યાદ આવવા લાગ્યો હતો. ગત રોજ તેની પત્ની પેટના દુખાવાના બહાને બસેલાથી રાઠ નગરમાં આવી હતી અને તે તેના પ્રેમી સાથે ભાગી જવાના મૂડમાં પણ હતી.

તેણે જણાવ્યું કે મંગળવારે પત્ની લગ્નની વરમાળા લઈને કોતવાલીમાં પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ કરી રહી છે. તેની પત્ની કાજલના માતા-પિતા પણ આવી ગયા છે. બીજી તરફ લાલ વેડિંગ ડ્રેસમાં નવપરિણીત મહિલાએ CO PK સિંહ અને ઈન્સ્પેક્ટર ભરત કુમારની સામે કોતવાલી પરિસરમાં હંગામો મચાવ્યો હતો. બરાડા પાડીને કહ્યું કે, તે બે લગ્ન કરશે. એક તેના પતિ સાથે અને બીજી તેના પ્રેમી સાથે. કોતવાલીમાં બૂમો પાડતી રહી કે, તે તેના પતિ અને પ્રેમી સાથે સંયુક્ત રીતે રહેવા માંગે છે. ઈન્સ્પેક્ટર ભરત કુમારે જણાવ્યું કે, નવવિવાહિત મહિલાની માનસિક સ્થિતિ સારી નથી. તેને તેના સંબંધીઓને સોંપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp