વરસાદને લઇને આવ્યા સારા સમાચાર, અલ નિનોની અસર ખતમ થઈ

PC: hindustantimes.com

આ મહીને ચોમાસું પહેલા મહિના કરતા સારું રહે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે, અલ નિનોની અસર ઓછી થઇ રહી છે. હવામાન એજન્સીઓના જણાવ્યા અનુસાર એકથી બે મહિનામાં અલ નિનોની અસર ખતમ થઈ જતા. ભારતમાં ચોમાસું જોર પકડશે. ક્લાઈમેટ પ્રેડિક્શન સેન્ટર અને USની અન્ય રાષ્ટ્રીય એજન્સીઓના લેટેસ્ટ અપડેટ અનુસાર છેલ્લા એક મહિનામાં અલ નિનો નાટકીય રીતે નબળુ પડી ગયુ છે. જેના કારણે આગામી એકથી બે મહિનાઓમાં પરીસ્થિતિ અલ નિનોથી એન્સો-ન્યુટ્રલમાં પરિવર્તિત થશે અને આ સ્થિતિ શિયાળા સુધી પ્રવર્તશે.

આ બાબતે ભારતીય હવામાન વિભાગના અધિકારીઓ જણાવ્યું હતું કે, ચોમાસા પર અલ નિનોની અસર ખતમ થઇ રહી છે. આ ચોમાસા માટે સારા સમાચાર છે. અલ નિનોની અસર સાવ ખતમ નહીં થાય પણ હવેથી નબળી પડતી જશે. આ કારણે આ ભારતમાં બહુ સારા વરસાદની ખાતરી નથી. પણ વૈશ્વિક પરિસ્થિતિ ભારતમાં સારા વરસાદને અટકાવી શકશે નહીં.

જ્યારે પેસિફિક સમુદ્રની સપાટીની સપાટીના તાપમાનમાં વધારો થાય છે. ત્યારે ભારતમાં ચોમાસું નબળું થાય છે. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં અલ નિનોની અસર ચોમાસા પર વર્તાઈ હતી. એટલે આ વર્ષે જૂનમાં 33% ઓછો વરસાદ પડ્યો છે. જો કે, અમેરિકન હવામાન એજન્સીની આગાહી અનુસાર એકથી બે મહિનામાં અલ નિનોની અસર ખતમ થતા ભારતમાં ચોમાસું જોર પકડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp