શ્વાનનો ફોટો લગાવી ચૂંટણી પંચે Voter ID કાર્ડ આપ્યો, તો વ્યક્તિએ...

PC: twimg.com

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. રામનગર ગામ નિવાસીને શ્વાનની તસવીરની સાથે ચૂંટણી પંચે Voter ID કાર્ડ જાહેર કરી દીધો. સુનીલ કરમાકરે બુધવારે કહ્યું કે, તેમણે તેમના Voter ID કાર્ડમાં સુધારો કરવા માટે અરજી કરી હતી અને જ્યારે તેમને સંશોધિત કાર્ડ મળ્યો, તો તેમાં સુનીલ કરમાકરના સ્થાને એક શ્વાનની ફોટો હતી.

સુનીલ કરમાકરનું કહેવું છે કે, ગઈકાલે મને દુલાલ સ્મૃતિ સ્કૂલમાં બોલાવવામાં આવ્યો હતો અને આ Voter ID કાર્ડ મને આપવામાં આવ્યો હતો, જેનાં પર મારી તસવીરના સ્થાને એક શ્વાનની તસવીર હતી. મેં તસવીર જોઈ, ત્યાંના અધિકારીએ સાઈન કરીને મને Voter ID કાર્ડ આપી દીધો. પણ તે અધિકારીએ ફોટો જોયો નહીં. મારી ગરિમા સાથે ખિલવાડ કરવામાં આવ્યો છે. અમે BDO ઓફિસ જઈશું અને આગ્રહ કરીશું કે આવું બીજીવાર નહીં બને.

જોકે, ખંડ વિકાસ અધિકારી(BDO)નું કહેવું છે કે, તસવીરને યોગ્ય કરી દેવામાં આવી છે અને કરમાકરને સાચા ફોટાની સાથે Voter ID કાર્ડ મળશે.

BDO અધિકારીએ કહ્યું કે, આ તેમનું અંતિમ Voter ID કાર્ડ નથી. જો કોઈ ભૂલ છે, તો તેને સુધારી લેવામાં આવશે. અને શ્વાનની ફોટોનો સવાલ છે તો એ ઓનલાઈન અરજી કરતા સમયે કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવી શકે છે. ફોટાને પહેલેથી જ બરાબર કરી દેવામાં આવ્યો છે. યોગ્ય ફોટાની સાથે અંતિમ Voter ID કાર્ડ મળશે.

Voter ID કાર્ડમાં નામની ભૂલ, અટકની ભૂલ, સરનામાની ભૂલ, જન્મ તારીખની ભૂલ જેવા ઘણાં કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. અધિકારીઓની નાની ભૂલને કારણે જે-તે વ્યક્તિએ તેમાં સુધારા કરવા માટે ઘણાં ધક્કાઓ ખાવા પડતા હોય છે. પણ પૂરેપૂરી તસવીરમાં જ જો આવી મોટી ભૂલ કરી દેવામાં આવે ત્યારે નવાઈ લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp