RSSના કાર્યકર્તા સહિત તેની પત્ની અને દીકરાની નિર્મમ હત્યા

PC: asianetnews.com

પશ્ચિમ બંગાળના મર્શિદાબાદ જિલ્લામાં ત્રિપલ મર્ડર પછી રાજ્યમાં વિવાદ વધી રહ્યો છે. RSSએ આ મર્ડરના 36 કલાક પછી દાવો કર્યો છે કે, હત્યા કરવામાં આવેલો વ્યક્તિ બંધુપ્રકાશ પાલનો સંબંધ RSS જોડે હતો. એક દિવસ પહેલા જ મુર્શિદાબાદમાં એક જ પરિવારના ત્રણેય લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. મૃતકોમાં શાળાના શિક્ષક, તેમની ગર્ભવતી પત્ની અને 8 વર્ષના બાળકનો સમાવેશ થાય છે.

આ મર્ડરના 36 કલાક પછી RSSએ એક અલગ દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે, મૃતક બંધુપ્રકાશ પાલ સ્વયંસેવક હતો.

બંગાળના RSSના મહાસચિવનું કહેવું છે કે, શરૂઆતમાં અમને થયું કે આ કેસને ન્યાય આપવામાં આવશે. અમને લાગેલું કે આ કોઈ રાજકીય હત્યા નથી. પણ પોલીસ લોકોને ન્યાય આપવામાં નિષ્ફળ રહી. તે હાલમાં જ એક મિલન સમારોહમાં પણ સામેલ થયા હતા, જેને અમે નિયમિત સમયે આયોજિત કરીએ છીએ અને તેમણે તેમાં ભાગ લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp